Online KYC Update: બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ માટે ‘નો યોર કસ્ટમર’ એટલે કે કેવાયસી (KYC) જરૂરી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા KYC ફરજિયાત કર્યા પછી, નાણાકીય સંસ્થા અને અન્ય સંસ્થાએ કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહાર કરતા તેના ગ્રાહકોના સરનામા અને ઓળખનું વેરિફિકેશન કરવુ પડે છે.
બેંકો ઉપરાંત, તમામ રોકાણ અથવા બચત યોજનાઓ માટે પણ KYC જરૂરી છે. તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય કે ફિક્સ ડિપોઝિટ કે બેંક ખાતું ખોલવું હોય, બધામાં રોકાણ કરતાં પહેલાં KYC કરવું પડશે. જો તમે Paytm નો ઉપયોગ કરો છો, તો તમારે ફક્ત KYC ની પ્રોસેસમાંથી પસાર થવું પડશે. Paytm સિવાય, અન્ય તમામ મોબાઈલ વોલેટ માટે પણ KYC કરવું પડશે. જો કે, આ માટે કેવાયસી ફક્ત મોબાઇલ દ્વારા જ કરી શકાય છે.

શરૂઆતમાં, તમામ બેંકો માટે ડિસેમ્બર 2005 સુધીમાં ગ્રાહકોનું KYC કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ પછી દર બે વર્ષે KYC કરવાનું રહેશે. કેવાયસી માટે, તમારે બેંકમાં જવું પડશે અને તમારું ઓળખ કાર્ડ અને સરનામાનો પુરાવો સબમિટ કરવો પડશે. પરંતુ હવે તે ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકાશે.
ઓનલાઇન કેવાયસી કેવી રીતે કરશો (Online KYC)
હવે તમારે KYC કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. ઓનલાઈન કેવાયસી ઘરે બેઠા પણ કરી શકાય છે. જો તમે તમારા ઘરેથી જ બેંક એકાઉન્ટની KYC કરવા માંગો છો, તો તેના માટે તમારું આધાર કાર્ડ જરૂરી રહેશે. ધ્યાનમાં રાખો કે તમારો આધાર નંબર તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ, તો જ ઓનલાઈન KYC કરી શકાય છે. કારણ કે KYC કરતી વખતે તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે.

તમે તમારી બેંકની વેબસાઇટ પર જઈને KYC પ્રોસેસ પૂરી કરી શકો છો
જો તમે PM કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan Nidhi) માટે KYC કરવા માંગતા હોવ તો તમારે pmkisan.gov.in પર જવું પડશે. આ પછી જમણી બાજુએ આપેલા e-KYCના ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવો પડશે. આધાર નંબર એન્ટર કર્યા પછી, તમારા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. તમે OTP દાખલ કરીને KYC માટે અપ્લાય કરી શકો છો.

Read Also
- રાજકોટ પોલીસે બે અલગ અલગ વિસ્તારોમાં જુગાર અને ક્રિકેટના સટ્ટા રમતા લોકો પર દરોડા પાડીને મુદ્દામાલ સાથે મહિલાઓનો ઝડપી
- શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો
- BIG NEWS: દિલ્હીમાં PM મોદીના વિરોધમાં ‘Poster War’ પોલીસે દાખલ કરી 44 FIR
- અમેરિકા તથા યુરોપમાં બેન્કોમાં નબળાઈની અસર આઇટી સેક્ટરમાં મોટાપાયે જોવા મળશે, આવું છે કારણ
- સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા