GSTV

IPL 2020: ઘાતક બોલિંગથી પંજાબની જીત, હૈદરાબાદને 12 રને હરાવ્યું

કિંગ્સ ઈલેવન પંજાબે શનિવારે રમાયેલી આઈપીએલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 12 રને હરાવ્યુ છે. જો કે, પંજાબ માટે હજૂ પણ પ્લે ઓફમાં આશા રહેલી છે. પંજાબે 127 રનના લક્ષ્યાંકના જવાબમાં હૈદરાબાદની ટીમે 19.5 ઓવરમાં 114 રન જ બનાવી શક્યા હતા.

પંજાબે 127 રનનો ટાર્ગેટ આપ્યો

કિંગ્સ ઇલેવન પંજાબે દુબઈ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 7 વિકેટે 126 રન કર્યા હતા. આ ચાલુ સીઝનમાં પ્રથમ બેટિંગ કરતા દુબઈ ખાતે સૌથી ઓછો સ્કોર છે. કિંગ્સ માટે નિકોલસ પૂરને સર્વાધિક 32* રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યા નહીં. લોકેશ રાહુલે 27 અને ક્રિસ ગેલે 20 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ વતી રાશિદ ખાન, જેસન હોલ્ડર અને સંદીપ શર્માએ 2-2 વિકેટ લીધી. ​​​​​

પંજાબની પ્લેઈંગ-11: લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મંદીપ સિંહ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દિપક હુડા, એમ. અશ્વિન, ક્રિસ જોર્ડન, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઇ અને અર્શદીપ સિંહ

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કપ્તાન), જોની બેરસ્ટો , મનીષ પાંડે, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, ખલીલ અહેમદ, સંદીપ શર્મા અને ટી. નટરાજન.

READ ALSO

Related posts

સરકારી ભોજન પર નિર્ભર ન રહ્યા ખેડૂતો/ મોદી સરકારની ભોજન ડિપ્લોમસી ફગાવી, ખેડૂતોએ બતાવી આત્મનિર્ભરતા

Pravin Makwana

બિહારના ‘નાયક’ નીતીશ કુમાર : ભ્રષ્ટાચાર દારૂબંધી જેવા મુદ્દે 644 પોલીસ કર્મીઓને કર્યા સસ્પેન્ડ, 85 બરતરફ

pratik shah

સૌરવ ગાંગુલી અને જય શાહના ભાવિનો ફેંસલો સુપ્રીમ કોર્ટના હાથમાં, 9 ડિસેમ્બરે થશે ચુકાદો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!