GSTV
ANDAR NI VAT India News Trending

ચિંતન શિબિર પૂર્વે કે. વી. થોમસની હકાલપટ્ટી કરીને કૉન્ગ્રેસે આક્રમકતા દર્શાવી

કેરળના દિગ્ગજ નેતા અને એક સમયે કેન્દ્રિય મંત્રી રહી ચૂકેલા કે. વી. થોમસ પક્ષવિરોધી ગતિવિધિમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળતાં કોંગ્રેસે તેમની હકાલપટ્ટી કરી હતી. ચિંતન શિબિર પહેલાં જ દિગ્ગજ નેતાને દરવાજો દેખાડી દેવામાં આવતા શિસ્તમાં ન રહેતા અન્ય નેતાઓમાં સ્ટ્રોંગ મેસેજ ગયો છે.

કોચીમાં થનારી પેટાચૂંટણીને લઈને યોજાયેલા એક કાર્યક્રમમાં કે. વી. થોમસ ભારતીય સામ્યવાદી પક્ષના નેતા અને કેરળના મુખ્યમંત્રી પીનારાઈ વિજયન સાથે એક મંચ પર બેઠા હતા. કૉન્ગ્રેસના ટોચના નેતૃત્વએ કે. વી. થોમસ હકાલપટ્ટી કરી છે ત્યારે સામા પક્ષે કે. વી. થોમસે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે હું કોંગ્રેસ ક્યારેય છોડીશ નહીં, હંમેશા કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.

કે. વી. થોમસ આ પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇંડિયા દ્વારા યોજાયેલા એક સેમિનારમાં પણ સામેલ થયા હતા. કોઈપણ પાર્ટી નબળી હોય ત્યારે મોટી સમસ્યા એ થાય છે કે નીચેની નેતાગીરી ટોચના નેતૃત્વના કહ્યામાં રહેતી નથી. આ સમયે કડક પગલાં લેવા અને પક્ષ પરનો અંકુશ જાળવી રાખવો એ જ નેતૃત્વની ખરી કસોટી છે. ગાંધી પરિવાર આ કસોટીમાં પાસ થશે કે ફેઈલ? તે 2024ના પરિણામોમાં જાણવા મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV