GSTV
Gujarat Government Advertisement

7 લાખ ભારતીયોને બહાર કરશે કુવૈત, નવા નિયમોથી વિદેશી નાગરિકોની સંખ્યા ઘટશે

Last Updated on July 6, 2020 by Mansi Patel

કુવૈતની સરકારે ગયા મહિને વિદેશી નાગરિકોની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી હતી. કુવૈતની રાષ્ટ્રીય વિધાનસભાની કાનૂની અને વિધાનસભા સમિતિએ વિદેશી નાગરિકોની સંખ્યા ઘટાડવાના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી. આ ડ્રાફ્ટ પાસ થવાનો સીધો અર્થ એ છે કે ઓછામાં ઓછા 7 લાખ ભારતીયોને અખાત દેશ કુવૈત છોડવું પડશે. કુવૈતની કુલ વસ્તી 48 લાખ છે. નવા નિયમ મુજબ હવે 15 ટકાથી વધુ ભારતીયો અહીં રહી શકશે નહીં.

આ બિલ હવે બીજી કમિટીને મોકલવામાં આવી રહ્યું છે જેથી તેની વિગતવાર યોજના બનાવી શકાય. કુવૈતમાં લગભગ 14 લાખ ભારતીયો છે. ઇજિપ્તવાસીઓ ભારતીયો પછી બીજા ક્રમે છે. નવા નિયમ મુજબ કોઈપણ દેશના નાગરિકો કુવૈતની વસ્તીના 15% કરતા વધુ હોઈ શકતા નથી.

સૌથી પહેલાં, કુવૈતનાં સીએમ શેખ સબા અલ ખાલિદ અલ દ્વારા વિદેશી નાગરિકોની સંખ્યા ઘટાડીને 30 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ હવે તે ઘટાડીને 15 ટકા કરવામાં આવી છે. હાલમાં કુવૈતની કુલ વસ્તીના 70% વિદેશી નાગરિકો છે. વડા પ્રધાને કહ્યું હતું કે “કુવૈતની 48 લાખ વસ્તીમાંથી 34 લાખ વિદેશી નાગરિકો છે.

કુવૈતની વસ્તીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોનો સંખ્યા ત્યાંનો સૌથી વિવાદિત મુદ્દો છે. ત્યાંના નેતાઓ સતત માંગ કરી રહ્યા છે કે વિદેશી કામદારોની સંખ્યા ઓછી કરવામાં આવે. વિદેશી નાગરિકોની સંખ્યા ખાસ કરીને અનસ્કિલ્ડ લેબરમાં વધારે છે. સાંસદો ક્વોટા સિસ્ટમની દરખાસ્ત કરી રહ્યા છે, જે હેઠળ સરકારી નોકરીમાં રોકાયેલા તમામ વિદેશી નાગરિકોને દૂર કરવાની યોજના છે. કુવૈતમાં કુલ 1 લાખ લોકો સરકારી નોકરીમાં રોકાયેલા છે. આ દરખાસ્ત હેઠળ તમામ વિદેશી નાગરિકોને સરકારી નોકરીથી દૂર કરવામાં આવશે. ડોમેસ્ટિક હેલ્પર્સમાં વિદેશી કામદારોની સંખ્યા 50 ટકાથી વધુ છે. તેલના નીચા ભાવોને કારણે ગલ્ફ દેશોની અર્થવ્યવસ્થા હચમચી ઉઠી છે. જેથી કુવૈત સરકાર વિદેશી નાગરિકોની સંખ્યા મર્યાદિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel

2014માં સત્તા મેળવવા ભરપૂર ઉપયોગ કર્યા બાદ ભાજપના તેવર બદલાયા, પ્રશાંત કિશોર જે કોલેજમાં ભણે છે, અમિત શાહ ત્યાંના પ્રિન્સિપાલ છે !

Pravin Makwana

જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: મહિલા આયોગે ડીજીપીને લખ્યો પત્ર, તપાસનો રિપોર્ટ મોકલાવ આપી સૂચના

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!