GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

કુવૈત સરકારનો સૌથી મોટો નિર્ણય: 1 ઓગસ્ટથી આંતરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ, પણ ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ

કોરોના મહામારી સામે આજે આખી દુનિયા ઝઝૂમી રહી છે. આજ કારણ છે કે, નબળી પડતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે દુનિયાભરમાં પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે હવે આ વાયરસને ધ્યાનમાં રાખીને કુવૈત સરકારે પણ મોટા નિર્ણયો કર્યા છે. જેના કારણે ભારતીય નાગરિકોની પરેશાનીઓ વધશે.

લગભગ સાડા ત્રણ મહિના બાદ કુવૈત સરકારે દેશમાં લાગેલા પ્રતિબંધો હટાવ્યા છે. જેમાં અમુક દેશોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં ભારત પણ સામેલ છે. ત્યારે કુવૈત સરકારના આ નિર્ણયથી ભારતીય નાગરિકોની મુસિબતો વધશે. એટલે કે, ભારતીય નાગરિકો કુવૈતમાં પ્રવેશી શકશે નહીં.

જણાવી દઈએ કે, કોરોના સંકટને જોતા કુવૈત સરકારે માર્ચ બાદ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે, હવે આ પ્રતિબંધ એક ઓગસ્ટથી હટી રહ્યો છે. અને ફરી એક વાર વિમાની સેવા શરૂ કરવા જઈ રહ્યા છે, જો કે, તેનો ફાયદો ભારતીય નાગરિકોને મળશે નહીં. ભારતની સાથે સાથે અન્ય સાત દેશોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમા ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, ઈરાન, બાંગ્લાદેશ અને ફિલીપાઈન્સ જેવા દેશ સામેલ છે.

ભારતીય નાગરિકો પર સૌથી વધુ અસર

ભારત સરકાર કુવૈતના આ નિર્ણયને ગંભીરતાથી લઈ રહી છે. ભારતીય ઉડ્ડયન મંત્રાલય અને કુવૈત ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન વચ્ચે પરસ્પર ઉડાનોને લઈ સમાધાન કરવા માટે થઈને વાતચીત થઈ રહી છે. મંત્રાલયે કહ્યુ હતું કે, જલ્દીથી આ મુદ્દા પર સમાધાન થઈ જશે.

ભારતીય વિદેશમંત્રાલય તરફથી કહેવાયુ છે કે, આ હંગામી ધોરણે બેન લગાવ્યુ છે, જે ફક્ત ભારત એકલા પર જ નથી. અન્ય દેશો પર પણ પ્રતિબંધ છે.કારણ કે, ત્યાં સૌથી વધારે ભારતીય લોકો વસવાટ કરે છે.

કુવૈતમાં રહેતા ભારતીયો પર સંકટ

આપને જણાવી દઈએ કે, કોરોનાના કારણે કુવૈત સરકાર પહેલાથી કડક વલણ અપનાવી રહી છે. કુવૈત સરકાર નવુ બિલ લઈને આવી, જેમાં પ્રવાસીઓની સંખ્યા 30 ટકા ઓછી કરવાની વાત કરવામાં આવી છે. તેથી ભારતીય નાગિરકો પર સૌથી વધારે અસર પડશે. કારણ કે, કુવૈતમાં 70 ટકા પ્રવાસી લોકો વસવાટ કરે છે. જેમાં સૌથી વધારે ભારતીયો છે.

જો બિલ કુવૈત સરકાર પાસ કરશે તો, 8 લાખ ભારતીયો પર સંકટ આવી પડશે. આ તમામ લોકોને દેશ છોડવો પડી શકે છે. આ નવા કાયદા અનુસાર ભારત ઉપરાંત પાકિસ્તાન, ફિલીપાઈન્સ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મિસ્ત્રના નાગરિકો પર પ્રભાવ પડશે.કુવૈતની જનસંખ્યા 43 લાખ છે. જેમાં કુવૈતી નાગરિકોની સંખ્યા 13 લાખ જ્યારે વિદેશીઓની સંખ્યા 30 લાખ છે. જેમાં 14.5 લાખ ભારતીયો છે.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!