GSTV

કચ્છ: ભચાઉમાં લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 9ના મોત

Last Updated on April 15, 2018 by

કચ્છના ભચાઉમાં શિકરા ગામ પાસે લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં નવ લોકોનાં મોત થયા છે. જ્યારે કે પાંચથી વધુ લોકો ઘવાયાં છે. ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુ આંક વધી શકે છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મળતી માહિતી મુજબ, શિકરા ગામનો પટેલ પરિવાર ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને લગ્નનો માંડવો લઈ વીજપાસર ગામે જતો હતો ત્યારે કુંભારડીથી આવી રહેલી લક્ઝરી બસે ટક્કર મારતાં આ દુર્ઘટના ઘટી હતી. શિકરા ગામથી થોડેક દૂર આ દુર્ઘટના ઘટી હતી. જેમાં નવ લોકોના સ્થળ પર જ મોત થયા હતા. આ દુર્ઘટનામાં 7 મહિલા અને 1 બાળક સહિત 9 જણાનાં મોત થયાં છે. લગ્ન પ્રસંગ પહેલા મામેરીયાઓના મોતથી લગ્ન પ્રસંગમાં માતમ છવાયો હતો. આ અકસ્માતથી મુંબઈ વસતા પટેલ સમાજમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

Related posts

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave

મોટા સમાચાર / આ તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર, નવી સરકાર ચૂંટણીને અનુલક્ષી રજૂ કરશે અંદાજપત્ર

GSTV Web Desk

બજેટ : જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગ પર લગાવેલી 5 ℅ ડ્યુટી મોદી સરકાર હટાવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!