GSTV
Kutch ગુજરાત ટોપ સ્ટોરી

ધરા ધ્રુજી/ કચ્છમાં અડધી રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો, અહીં નોંધાયુ ધરતીકંપનું કેન્દ્રબિંદુ

ભૂકંપ

કચ્છમાં ખાસ કરીને વાગડ વિસ્તારમાં સતત ભૂકંપના આંચકા આવતા હોય છે ત્યારે કચ્છમાં ફરી ઘરતી ધ્રુજી છે. પૂર્વ કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ફફડી ઉઠ્યા હતા. ભૂકંપનું કેન્દ્રીય બિંદુ રાપરથી એક કિલોમીટર દૂર નોંધાયું છે. આ આંચકો મોડી રાત્રે 12:49 વાગ્યે અનુભવાયો હતો.

ભૂકંપ

ભૂકંપની તીવ્રતા 3.2ની હોવાની વાત સામે આવી છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની સમાચાર નથી. વાગડ ફોલ્ટલાઈન સક્રીય હોવાથી અહીં ભચાઉ અને રાપર તાલુકા આસપાસ કંપન વાધારે નોંધાતા હોય છે. ત્યારે આજે વધુ એક ૩.૨ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.

ભૂકંપ

મળતી માહિતી મુજબ રાત્રે ૧૨.૪૯ કલાકે રાપરથી ૧ કિ.મી દુર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ભુકંપનો આંચકો આવ્યો હતો. જેની જમીનમાં ઉંડાઈ ૧૨.૨કિ.મીની રહી હતી. ગત અઠવાડીયે પણ રાપર પાસે ૩નો આંચકો આવ્યો હતો. ઉપરાંત ગત મહિને તો વાગડના રાપર, દુાધઈ તાથા લખપત પાસે ત્રણ ઉપરની તીવ્રતાના ત્રણ કંપન નોંધાયા હતા.

Read Also

Related posts

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda

સુરેન્દ્રનગરના વસ્તડીમાં રચાયો ઇતિહાસ, 25000થી વધુ રાજપૂતોએ એક સાથે કર્યું શસ્ત્રપૂજન

Hemal Vegda
GSTV