GSTV

કચ્છ: ખેતરોમાં વીજલાઇન અને પવનચક્કી નાખવાનો વિરોધ, તાત્કાલિક કામગીરી બંધ કરવા ઉઠી માંગ

Last Updated on August 2, 2021 by pratik shah

કચ્છમાં ગ્રીન રીન્યુએબલ એનર્જીને પ્રોજેક્ટના કમો ચાલુ છે તેમાં ખેડૂતોના ખેતરોમાંથી વીજ ટવરો,પવનચક્કીઓ ગેસ પાઇપ લાઇનો રસ્તાઓના કામ ચાલુ છે આ કામ કરતી કંપનીઓ દ્વારા નહિવત વળતર આપીને સરકારના કાયદા અને હુકમો બતાવીને પોલીસ તંત્ર તથા ગુંડાઓને સાથે રાખીને ખેડૂતની સહમતી વગર મારી નાખવા સહિતની ધાક ધમકીઓ આપીને કામ કરવામાં આવે છે. કચ્છમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવામાં આવતા હાઇ પાવર વીજલાઇન અને પવન ચક્કી લીધે થતા નુકશાનને લઈને આજે કચ્છ જિલ્લાના ખેડૂતો દ્વારા કલેકટર મારફતે મુખ્યમંત્રી આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

ખેતરોમાં કામ કરતી મહિલાઓ સાથે અભદ્ર વર્તન

ખેતરોમાં કામ કરતી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરીને ખેતરોની ફેન્શિંગ તેમજ દરવાજા તોડીને કામ કરવામાં આવે છે આ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોના સિંચાઇ માટેના બોર આવેલા છે તે જગ્યા પર રાતોરાત પવન ચકલીઓ ઊભી કરીને બોર કૂવાને નુકશાન પહોંચાડવામાં આવે છે માલધારીઓના ચરિયાણ અને ગૌચર જમીન પર ગૌચરના નકશા બદલીને તેમજ મોટા પ્રમાણમાં વૃક્ષ છેદન કરીને બાગાયત પાકોને નુકશાન પહોચાડવામાં આવે છે.

કંપનીઓ દ્વારા કરવામાં આવતી દાદાગીરી

કંપનીઓ દ્વારા કરવામાં આવતી દાદાગીરીના કારણ ખેડૂતો અને માલધારીઓને ખેતર કે જંગલમાં જવા માટે ડર લાગે છે…અને ગ્રીન એનર્જીના નામે થતો વિકાસ કચ્છ માટે વિનાશ સાબિત થઈ શકે છે…આ બધા કારણોને લઈને આજે ભારતીય કિશાન સંઘ અને કચ્છ જિલ્લાના ખેડૂતો મળીને કલ્ક્ટર મારફતે મુખ્યમંત્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જો કામ બંધ કે કામનો અલગ રસ્તો નહિ કરવામાં આવે તો ખેડૂતો આગળ પણ લડાઈ કરવામાં માટે ખેડૂતો તૈયાર છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!