GSTV
Ahmedabad India Kutch News Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

સાવધાન..! : કચ્છ બોર્ડરે સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

લખ૫ત નજીક થયો છે સેટેલાઇટ ફોનનો ઉ૫યોગ : આસપાસના ત્રણ ગામના લોકોની સધન પુછ૫રછ : કોઇ મહત્વની કડી મળી નથી

કચ્છમાં પ્રતિબંધિત થુરાયા સેટેલાઇટ ફોનના સિંગલ ટ્રેસ થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. લખપત નજીક સેટેલાઇટ ફોન ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સીમાથી 250 મીટર અંદર લખપત ખાવડા વચ્ચે સેટેલાઇટ ફોનમાં વાતચીત થઈ છે.

વિવિધ સુરક્ષા એજન્સીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે. સિગ્નલ જે જગાએ મળ્યા છે તેની આસપાસના ત્રણ ગામોના લોકોની પૂછપરછ કરાઇ રહી છે. જો કે હજુ સુધી કોઇ મહત્વની કડી મળી નથી. પ્રતિબંધિત થુરાયા ફોનથી કોણે અને કોની સાથે વાત કરી ? તેને લઇને સુરક્ષા એજન્સી સતર્ક બની છે.

26 મી જાન્યુઆરી આવી રહી છે, તો દિલ્હીમાં પણ આતંકીઓના હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તેવી સ્થિતિ વચ્ચે કચ્છમા પાકિસ્તાન બોર્ડરે સેટેલાઇટ ફોનના સિગ્નલને સુરક્ષા એજન્સીઓ ગંભીરતાથી લઇ રહી છે. થોડા સમય પહેલા ઘુસણખોરીની શક્યતાના પણ ઇનપુટી મળ્યા હતાં.

અગાઉ ૫ણ ૫કડાયા હતાં આવા સિગ્નલ

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અગાઉ પણ પ્રતિબંધિત થુરાયા સેટેલાઇટ ફોનથી વાતચીતના સિગ્નલ મળ્યા હતા. અગાઉ ભુજ નજીકના બેરડો પાસેથી  તેમજ સરહદ નજીક જુમાંરા પાસેથી પણ સેટેલાઇટ સિગ્નલ ટ્રેસ થયા બાદ એજન્સીએ કોમ્બીંગ કરી તેની તપાસ કરી હતી.

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda
GSTV