હાલમાં દેશમાં વાતાવરણે જોરદાર પલટો લીધો છે. દેશભરમાં અનેક રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળે છે. આજે પણ સવારથી અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કચ્છમાં સતત એક અઠવાડિયાથી વરસાદ પડતા ખેડૂતો પરેશાન થયા છે. માવઠાએ કચ્છના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. અબડાસા, લખપત, નખત્રાણા, ગઢશીશા સહિત વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

દરમિયાન અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાયો હતો. પલટાયેલા હવામાન વચ્ચે દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો. જખૌ પોર્ટ પર ભારે પવનને કારણે ઘણી બોટ કિનારા નજીક ફંગોળાઈ ગઈ હતી.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો