આજે 24 માર્ચે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની એક હાઈલેવલ બેઠક બાદ રાજ્યની 19 જેલોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન કચ્છની પલારા જેલમાંથી 6 મોબાઈલ ફોન મળી આવ્યા છે. જે રીતે પોલીસે આ સર્ચ ઓપરેશન ઉપાડ્યું છે એ રીતે જોતા રાજ્યની અન્ય જેલોમાંથી પણ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની શક્યતા છે.

રાજ્યની 19 જેલોમાં દરોડા પાડવામાં આવ્યાં
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ રાજ્યનું ગૃહવિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ગેરકાયદે પ્રવૃત્તિ અંગે રાજ્યની તમામ જેલમાં ગૃહ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાઇ રહ્યું છે. અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સેકટર-૧, સેકટર -૨ અને ડીસીપી કક્ષમાં ઉચ્ચ અધિકારીઓએ સેન્ટ્રલ જેલમાં તપાસ હાથ ધરી હોવાની માહિતી મળી રહી છે. ડીજીપી વિકાસ સહાય જેલ વિભાગના વડા કે. એલ. એન રાવ અને આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત ઓપરેશન ઉપર નજર રાખી રહ્યા છે. રાજ્યની 19 જેલોમાં દરોડા પાડવામાં આવ્યાં છે. પોલીસ ઉપરાંત અલગ અલગ એજેન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો