ગુજરાત રાજ્યના યુવાનોને નશાના રવાડે ચડાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. રાજ્યના કચ્છ ખાતેથી સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં કચ્છના કંડલા પોર્ટ પરથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયુ છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઇ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યુ. 250 કિલો ડ્રગ્સની કિંમત આશરે બેથી ત્રણ હજાર હોવાનું માનવામાં આવે છે. ત્યારે બીજી તરફ ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે.

- કંડલા પોર્ટ પરથી કરોડોનું હેરોઇન ઝડપાયું
- એટીએસ અને ડીઆરઆઇનું ઓપરેશન
- કન્ટેનર્સમાં આવ્યો હતો હેરોઇનનો જથ્થો
- અફઘાનિસ્તાનથી હેરોઇનનો જથ્થો આવ્યાની આશંકા
- 2થી 3 હજાર કરોડનું હેરોઇન હોવાની આશંકા
- 250 કિલોગ્રામથી વધુનું હેરોઇન ઝડપાયું
ડ્રગ્સનો આ જથ્થો કન્ટેનર્સમાં આવ્યો હતો. અફઘાનિસ્તાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હોવાની આશંકા છે. તો બીજી તરફ ડ્રગ્સની કિંમતનો આંકડો હજુ વધી તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મોટી સંખ્યામાં પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું.
જાન્યુઆરીના મહિનામાં પણ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું. અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એક વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાતા ફરીથી ચર્ચામાં છે. ભંગારની આડમાં કન્ટેઇનરમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. હની કોમ્બ CFSમાં સર્ચ કરવામાં આવ્યું હતું. કસ્ટમ સહિતની કેન્દ્રની ઊંચએજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ કેટલો ડ્રગ્સ છે અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તેની તપાસ ધમધમાટ કરવામાં આવ્યો છે.

- અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એક વાર મોટા પ્રમાણ માં ઝડપાયો ડ્રગ્સ…
- કચ્છના મુન્દ્રા પોર્ટ પર ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ
- ભંગારની આડમાં કન્ટેઇનરમાં ડ્રગ્સ ઘુસાડવાની હતી પેરવી….
- હની કોમ્બ CFSમાં કરાઈ રહ્યું છે સર્ચ
- કસ્ટમ સહિતની કેન્દ્રની ઊંચએજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો…
- કેટલો ડ્રગ્સ છે અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તેની તપાસ ધમધમાટ
આ પહેલા પણ ગત વર્ષે સતત પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાત જાણે પંજાબના રસ્તે જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. અદાણી બંદર, દ્વારકા-મોરબીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે હવે આ કડીમાં જામનગરનું નામ પણ જોડાયું છે. જામનગરમાંથી 10 કરોડ રૂપિયાનું 2 કિવોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયો છે.

નવેમ્બર 2021માં પણ કરોડોનું ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સના વેચાણમાં લાગે છે કે હવે ગુજરાત પણ અગ્રેસર થઇ રહ્યું છે. ગુજરાત પણ જાણે કે હવે ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. મુન્દ્રામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્રારકામાંથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઈ માર્ગેથી આવતો 66 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે. આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે અંદાજે આ ડ્રગ્સ 350 કરોડોની કિંમતનું છે.
READ ALSO
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ
- સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ
- Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું
- શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો
- ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ