GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

કચ્છના ખેડૂતની ડ્રેગન ફ્રૂટમાં સફળ ખેતી, 2 એકરમાંથી મેળવ્યું 4 ટન ઉત્પાદન

ખેડૂતનો દિકરો ગમે તે કાર્ય સાથે જોડાય પરંતુ ખેતી સાથેનો લગાવ ક્યારેય ઓછો થતો નથી. કચ્છની ખમીરવંતી ધરા પર ખેડૂતો સાહસ કરવામાં ક્યારેય પાછા પડતા નથી. નવી નવી બાબતોને સોશ્યલ મિડિયાના માધ્યમથી જોયા પછી તેનો અમલ પણ કરી લે છે. કેરી, ખારેક, દાડમ અને હવે ડ્રેગનફ્રૂટની ખેતી પણ કચ્છના ખેડૂતોનું આગવું સાહસ બની રહ્યું છે. ત્યારે આજે કૃષિ વિશ્વમાં ડ્રેગનફ્રૂટની ખેતીમાં સફળતા મેળવનાર ખેડૂતના ખેતરની મુલાકાત કરીએ.

ઓષધીય રીતે ઉપયોગી ગણાતા, લાલ ચટક, મોમાં પાણી લાવી દેતા ડ્રેગનફ્રૂટ. ડ્રેગનફ્રૂટની ખેતી પણ આજકાલ સોશ્યલ મીડિયા મારફતે ખૂબ જ ફેલાઈ છે. આ ડ્રેગનફ્રૂટની વાડી ગાંધીધામના આદીપુર ગામના ખેડૂત હરેશભાઈ દેવશીભાઈ ચૌહાણે બનાવી છે. ૧૦ એકર જમીન ધરાવતા હરેશભાઈએ ૪ એકરમાં ડ્રેગનફ્રૂટનું વાવેતર કર્યું છે. જેમાં ખૂબ જ સારી સફળતા આ વર્ષે મળી છે. બે વર્ષના ગાળામાં બે વખત ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતાં હાલમાં કુલ ૪ એકરની ડ્રેગનફ્રૂટની વાડી બનાવી છે. તેઓએ ડ્રેગનફ્રૂટની વાડી બનાવ્યા પહેલાં ખેતીમાં કંઈક નવીન કરવા માટે જુદા જુદા વિડિયો જોયા. જેમાં સોશ્યલ મિડિયામાં ડ્રેગનફ્રૂટ વિશે માહિતી મળતા તેની ખેતી તરફ વળ્યા છે.

ડ્રેગનફ્રૂટ એ દેશી થોરની હાઈબ્રીડ વેરાયટી ગણી શકાય. ગામડાંમાં ફીંડલાના જ્યૂસ વડવાઓએ પીધા છે. આજે ફીંડલાની નવી સંશોધિત જાત ડ્રેગનફ્રૂટના નામે બજારમાં મળી રહી છે. ડ્રેગનફ્રૂટ ડેન્ગ્યૂ, મેલેરિયા વગેરે રોગ માટે ખૂબ જ અકસીર સાબિત થઈ રહ્યા છે. ડ્રેગનફ્રૂટની માગ સામે ઉત્પાદન ઓછું હોય ખેડૂતોને ઊંચા દામ કમાવી આપે છે. હરેશભાઈએ ડ્રેગનફ્રૂટની ખેતી કરતા ખેડૂતોના ખેતરની રૂબરૂ મુલાકાત લઈ શરૃઆતમાં ૨ એકરનું વાવેતર પણ કરી દીધું. જેમાં જમીન અને હવામાન સાનુકૂળ રહેતાં બીજા વર્ષે બીજા ૨ એકરમાં નવું વાવેતર કરી દીધું છે. હાલમાં કુલ ૪ એકરમાં ડ્રેગનફ્રૂટનું વાવેતર કર્યું છે. ડ્રેગનફ્રૂટના રોપા ૨ એકર માટે નલિયાથી ખરીદી લાવ્યા. તે પછી બે એકરમાં પુનાથી લાવ્યા. શ્રીલંકન વેરાયટીના રોપાનો ગ્રોથ સારો મળે છે. જેમાં સ્વીટનેશ પણ સારી રહે છે. એક રોપામાંથી ૨૦૦ ગ્રામથી લઈને ૮૦૦ ગ્રામ સુધીના ફળ મળ્યા છે.

હરેશભાઈએ ડ્રેગનફ્રૂટનું વર્ષ ૨૦૧૮માં વાવેતર કરતા સમયે પાયામાં છાણિયું ખાતર તથા લીંબોળી ખોળ મિશ્ર કરીને આપ્યો છે. તેઓએ બે છોડ વચ્ચે ૬ ફૂટનું અને બે હાર વચ્ચે ૮ ફૂટનું અંતર જાળવ્યું છે. ૪ એકરમાં કુલ ૧,૮૦૦ થાંભલા લગાવ્યા છે. આરસીસીના ૭ ફૂટ લંબાઈના થાંભલાને જમીનમાં દોઢ ફૂટ ઊંડે દબાવ્યા છે. તો થાંભલાના છેલા પર ૩ ફૂટના ઘેરાવામાં આરસીસીની રીંગ કરી છે. થાંભલાની ચારે બાજુ ચાર રોપ લગાવ્યા છે. થાંભલાની બંને બાજુએ ડ્રિપ લાઈનો ગોઠવી છે. જેમાં છોડની જરૂરિયાત મુજબ પિયત આપે છે. રોપા લગાવ્યા ત્યારે શરૂઆતમાં ડિકમ્પોઝર ૧૫ દિવસના ગાળે આપતા હતા. આ સિવાય દર ૧૫ દિવસે ડ્રિપ દ્વારા જીવામૃત પણ આપે છે. જીવામૃતના લીધે ફળની સાઈનિંગ અને છોડની ગ્રીનરી સારી મળે છે. તેઓએ કોઈ જાતના રાસાયણિક ખાતરો આપ્યા નથી. સંપૂર્ણ જૈવિક રીતે જ ડ્રેગનફ્રૂટનું વાવેતર કર્યું છે. ગરમી વધુ હોય તો અઠવાડિયામાં બે વખત ડ્રિપ ચલાવવું પડે છે. આખા ખેતરમાં અડધો કલાકમાં ડ્રિપથી સિંચાઈ થઈ જાય છે.

ડ્રેગનફ્રૂટમાં સામાન્ય રીતે દોઢ વર્ષે પદ્ધતિસર ઉત્પાદન આવતું હોય છે. ડ્રેગન ફ્રૂટમાં વાવેતર બે હપતામાં કર્યું હોય અડધા રોપા ૮૦ રૂપિયાના ભાવે ખરીદ્યા છે. તો બીજા રોપા ૬૦ રૃપિયા ભાવે ખરીદ્યા છે.૪ એકરમાં કુલ ૧,૮૦૦ થાંભલા લગાવ્યા છે. જેમાં ૭,૦૦૦ જેટલા રોપા લગાવ્યા છે. ડ્રેગન ફ્રૂટમાં પહેલા વર્ષે ડેવલોપિંગ હોય એટલે ખર્ચો વધુ આવે.  ૪ એકરમાં આખા વર્ષ દરમિયાન વધીને ૧ લાખ રૃપિયા જેટલો માંડ ખર્ચો આવશે. જેમાં નીંદણ, ખાતર, મજૂરી પેકિંગ બધું આવી જાય છે. 

ડ્રેગનફ્રૂટમાં બે એકરના ફાર્મમાંથી ૪ ટન જેટલું વેચાણ લીધું છે. ડ્રેગન ફ્રૂટમાં ૩ વર્ષ પછીથી ઉત્પાદન ચાલુ થાય છે. એક થાંભલા પરથી દોઢ વર્ષે ૧૦ કિલો જેટલું ઉત્પાદન મળી રહે છે. હાલમાં તેઓએ ૪ ટન ડ્રેગનફ્રૂટનું વેચાણ કર્યું છે. ડ્રેગનફ્રૂટનું વેચાણ રીટેલમાં જ થઈ ગયું છે.. આ સિવાય એપીએમસીમાં હોલસેલમાં જોઈએ તેવા ભાવ નહોતા મળ્યા. હાલમાં ફ્રૂટવાળા અને ગ્રાહકોને પણ વેચાણ કર્યું છે. એવરેજ ૧ કિલોના ૨૦૦ રૃપિયા જેટલો ભાવ મળ્યો છે. સાવ નાના ફળ હોય તેના પણ ૧ કિલોના ૧૬૦થી ૧૮૦ રૃપિયા ભાવે વેચાણ થયું છે. રિટેલમાં ૩૦૦ રૃપિયા ઊંચો ભાવ પણ મળ્યો છે. ડ્રેગનફ્રૂટની ખેતીમાં નુકસાનીનો ચાન્સ નથી. પરંતુ તેને સમજવામાં આવે તો સારી આવક પણ અપાવી શકે છે.

ડ્રેગન ફ્રૂટની ઓર્ગેનિક ખેતીને પરિણામે સ્વાદ અને શુગરનું પ્રમાણ સારું મેળવી શકાય છે. ડ્રેગનફ્રૂટમાં સાવ ઓછી માવજત અને મજૂરીએ સારા ઉત્પાદન માટે આવનારા સમયમાં ઉત્તમ બાગાયતી ખેતી સાબિત થઈ શકે છે. તેમની વાડી જોવા માટે ઘણાં લોકો આવી રહ્યા છે. જેમને તેઓ વાવેતર માટેની સંપૂર્ણ માહિતી પણ પૂરી પાડે છે.

Read Also

Related posts

મહીસાગર જિલ્લાના આ ગામમાં લોકોને પાણી માટે મારવા પડે છે વલખા

Nilesh Jethva

અમદાવાદ: મેઘરાજા થયા મહેરબાન, મોડી રાત્રે શહેરમાં સાંબેલાધાર વરસાદ વરસવાની સાથે વાતાવારણમાં પ્રસરી ઠંડક

pratik shah

કોંગી ધારાસભ્યોને કોટેશ્વર નજીક વાઇલ્ડ વિન્ડ્સ રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!