GSTV

BIG NEWS / ફરી વાર ધ્રુજી ગુજરાતની ધરા, 4.2 ની તીવ્રતાના આંચકાથી કચ્છ હલબલી ઉઠ્યું

Last Updated on June 18, 2021 by Dhruv Brahmbhatt

એક તરફ રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે તો બીજી બાજુ રાજ્યમાં ભૂકંપના આંચકાથી ગુજરાતની ધરા ધ્રુજી ઊઠી છે. જો કે ધીરે-ધીરે હવે કોરોનાની બીજી લહેર નબળી પડી છે. એવામાં રાજ્યમાં તાજેતરમાં જ કચ્છમાં 4.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરના 3:45 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે હજી સુધી ભૂકંપથી કોઇ પણ પ્રકારનું નુકસાન થયું હોય તેવું જાણવા નથી મળી રહ્યું. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી ઉત્તર પૂર્વમાં આવેલું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!