GSTV
Kutch ગુજરાત ટોપ સ્ટોરી

ડ્રગ્સકાંડ/ કચ્છ ડ્રગ્સ કેસમાં નીકળ્યું અમદાવાદ કનેક્શન, મુખ્ય સૂત્રધાર હૈદરે કર્યા મોટા ખુલાસા

ડ્રગ્સ

સરહદી કચ્છના જખૌના દરિયા નજીક ઝડપાયેલા 9 પાક.ડ્રગ્સ માફિયા સાથે 280 કરોડના ડ્રગ્સ કેસમાં મુખ્ય સૂત્રધાર રાજી હૈદરની ધરપકડ બાદ વધુ ખુલાસા સામે આવ્યા છે. સરહદી કચ્છના જખૌના દરિયા નજીક ઝડપાયેલા 280 કરોડના ડ્રગ્સ કેસમાં મુખ્ય સૂત્રધાર હૈદર રાજીની ધરપકડ બાદ વધુ ખુલાસા સામે આવ્યા છે. કરાંચી પોર્ટથી આવેલો 280 કરોડનો હેરોઇન મુસ્તફા અયુબ મિયાણાએ મોકલ્યું હતું. ઝડપાયેલા અન્ય બે આરોપી અવતારસિંઘ અને મહંમદ ઇમરાન અગાઉ અમદાવાદથી જેકેટ તેમજ નારિયેળમાં હેરોઇન ડ્રગ્સ છુપાવી દિલ્હી લઈ ગયા હતા. આરોપી અવતારસિંઘ અગાઉ અમદાવાદ આવી ગયો હોવાનું ખુલાસો થયો હતો. સમગ્ર કેસમાં અમદાવાદનું કનેશકન અંગે તપાસ તેજ કરવામાં આવી હતી. આ ડ્રગ્સકાંડમાં મુખ્ય આરોપી હૈદર રાજી તેમજ તેનો સાગરીત ઇમરાન મહંમદને ભુજ NDPS વિશેષ કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ક્ચ્છ દરિયાઈ સરહદ નજીક ગત 26 એપ્રિલના ગુજરાત ATS ની ટીમે 9 પાક.ડ્રગ્સ માફિયા સાથે 280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ કેસમાં અગાઉ દિલ્લીનો નાગરીક તેમજ અફઘાની નાગરીક ઝડપાયા બાદ હવે ડ્રગ્સકાંડનો મુખ્ય સૂત્રધાર હૈદર રાજી નો ટ્રાનઝીટ વોરંટના આધારે ગુજરાત ATS એ કબજો લીધા બાદ ભુજની NDPS વિશેષ કોર્ટમાં રજૂ કરાયો હતો.

સમગ્ર કેસમાં વિવિધ એજન્સીઓ સતર્ક બની તપાસ તેજ બનાવતા NCB ના હાથે રાજી હૈદર ઝડપાઇ ગયો હતો.મુખ્ય સૂત્રધાર રાજી હૈદર દિલ્લીના ઝામિયાનગર માં રહેતો હતો.તેના ઘરના સર્ચ ઓપરેશન દરમિયાન ત્યાંથી 772 કરોડની કિંમતનું 155 કિલો કોન્ટ્રાબોન્ડ હેરોઇન મળી આવ્યું હતું.આરોપી હૈદર રાજીએ પાકિસ્તાનના કરાંચી પોર્ટથી 280 કરોડનું ડ્રગ્સ મંગાવ્યું અને ત્યારબાદ તેના ઘરમાંથી વધુ 772 કરોડનું ડ્રગ્સ મળી આવતા કુલ 1052 કરોડનું ડ્રગ્સ ATS એ ઝડપી પાડ્યું.

ડ્રગ્સ

આ કેસમાં અગાઉ ઝડપાઇ ગયેલા આરોપી અવતારસિંઘ અગાઉ અમદાવાદ આવી ગયો હોવાનું ખુલાસો થતા તપાસમાં નવા ખુલાસા થયા કે અવતારસિંઘ અને મહંમદ ઇમરાન અમદાવાદથી 20 જેકેટ અને નારિયેળમાં હેરોઇન ડ્રગ્સ ભરીને દિલ્લી લઈ ગયા હતા. આ ડ્રગ્સકાંડમાં મુખ્ય આરોપી હૈદર રાજી તેમજ તેનો સાગરીત ઇમરાન મહંમદ ને ભુજ NDPS વિશેષ કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજૂ કરાયા હતા જ્યાં NDPS કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.રિમાન્ડ દરમિયાન આ ડ્રગ્સકાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે, આંતરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની સંડોવણી છે કે કેમ, ફંડીગ કોને કર્યું, ડ્રગ્સ ક્યાં-ક્યાં છુપાવાયો હતો આ તમામ વિગતોની તપાસ થશે.

Read Also

Related posts

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda

સુરેન્દ્રનગરના વસ્તડીમાં રચાયો ઇતિહાસ, 25000થી વધુ રાજપૂતોએ એક સાથે કર્યું શસ્ત્રપૂજન

Hemal Vegda
GSTV