GSTV
Home » News » ‘કચ્છ’ દેશનો સૌથી મોટો જીલ્લો, SC અનામત કચ્છ બેઠકનો ચિતાર

‘કચ્છ’ દેશનો સૌથી મોટો જીલ્લો, SC અનામત કચ્છ બેઠકનો ચિતાર

કચ્છ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. ક્ષેત્રફળની દ્રષ્ટીએ કચ્છ જિલ્લો ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે.જેનું કુલ ક્ષેત્રફળ 45,674 વર્ગ કિમી છે.કચ્છ જિલ્લાની વસ્તી 20,92,000 છે. કચ્છનું સફેદ રણ પોતાની ભૌગોલીક વિવિધતા માટે વિશ્વ વિખ્યાત છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓ અચુકપણે કચ્છની મુલાકાત કરે છે. કચ્છ જિલ્લામાં ચાર હવાઇમથક(એરપોર્ટ) નલિયા,કાંડલા,મુંદ્રા અને ભુજ છે. ભુજ એરપોર્ટ ડાયરેક્ટ મુંબઇ સાથે કનેક્ટેડ છે.

કચ્છનો અમુક વિસ્તાર સિંધુ ખીણનો જ એક ભાગ છે. જંગલી પશુઓ માટે અનેક અભ્યારણ્ય કચ્છમાં આવેલા છે જમાં મુખ્યત્વે ઘુડખર(જંગલી ગધેડા) અભ્યારણ્ય છે. ઘુડખર 40 કિમી પ્રતિકલાકની ઝડપે દોડે છે. કચ્છમાં પહેલી વખત 1952માં લોકસભા ચૂંટણી યોજાઇ હતી. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ગુલાબશંકર અમૃતલાલ ઢોલકિયા અહિંથી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતાં.

23 એપ્રિલે મતદાન થશે

ગુજરાતમાં અંદાજીત 4.47 કરોડ મતદારો આગામી  23 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે. ગુજરાત રાજ્યનાં મુખ્ય ચૂંટણી કમિશ્નર  એસ.મુરલી ક્રિશ્નાએ જાણકારી આપતા જણાંવ્યું છે કે,28 માર્ચે ચૂંટણી જાહેરનામું બહાર પડશે. ત્યાર બાદ 28 માર્ચથી 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે.

એસ.મુરલીનાં જણાંવ્યા પ્રમાણે ઉમેદવારી પત્રોની ચકાસણી 5 માર્ચનાં રોજ કરવામાં આવશે. 8 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમયમર્યાદા છે. ચૂંટણી કમિશ્નરનાં જણાંવ્યા પ્રમાણે અંદાજીત  4.47 કરોડ મતદારો છે. રાજ્યનાં  કુલ 51,709 મતદાન કેન્દ્ર આવેલા છે. કુલ 4,47,,464,179 મતદારોમાંથી 2,32,56,688 પુરૂષ મતદારો તથા 2,14,88,437 મહિલા મતદારો છે. 

કચ્છની વર્તમાન રાજકિય સ્થિતી

  • વર્તમાન સાંસદ – વિનોદ લખમશી ચાવડા
  • પાર્ટી – ભાજપા
  • હરીફ ઉમેદવાર – ડો.દિનેશ પરમાર
  • હરીફ પાર્ટી – કોંગ્રેસ  
  • જીતનું અંતર – 2,54,482
  • 2014માં મતદાનની ટકાવારી – 61.69%
  • 2014માં મતદારોની સંખ્યા – 15,33,782
  • મહિલા મતદારો – 7,27,439

READ ASLO 

Related posts

નેશનલ ઈલેક્શન વોચ અને એડીઆરનું ચોંકાવનારું વિશ્લેણ, વિગત જાણો શું છે?

pratik shah

કેન્દ્રમાં મોદી સરકાર ફરી એક વખત આવશે, જે પગલે કેન્દ્રીય ભવનોમા પણ હિલચાલ શરૂ થઈ

pratik shah

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!