GSTV

કચ્છઃ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો ડામરનો રસ્તો ભ્રષ્ટાચારીઓ માટે કમાણીનું સાધન

Last Updated on July 24, 2019 by Alap Ramani

કચ્છના તાલુકા અને જિલ્લા પંચાયત સામે અનેક વખત ભ્રષ્ટાચારની આંગળી ચિંધાઈ છે. ત્યારે ભુજ નગરપાલિકાના ભ્રષ્ટશાસનનો વધુ એક ગોટાળો સામે આવ્યો છે. માધાપરમાં કરોડો રૂપિયાના ખર્ચે ડામરનો રસ્તો બનાવવામાં આવ્યો પરંતુ આ રસ્તો ભ્રષ્ટાચારીઓ માટે કમાણીનું સાધન બન્યો છે.

ભુજ નગરપાલિકાએ માધાપર ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો ડારમનો રસ્તો ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવ્યો છે. સુવિધાના નામે ડામરનો રસ્તો બન્યો પણ રસ્તાની સ્થિતિ એવી છે કે, એક વરસાદ પડે તો ડામરના રસ્તાનું નામો નિશાન મટી જાય. રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરી  હલકી ગુણવત્તાના મટરિયલનો ઉપયોગ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જલારામ કૃપા સોસાયટીમાં બનેલા ડામના રસ્તા મામલે સોસાયટીના રહિશોએ નગરપાલિકાને અનેક રજૂઆત કરી રસ્તાના કામમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે તપાસ કરવાની માગ કરી છે.

સ્થાનિક લોકોએ સમગ્ર કૌભાંડ ઝડપી પાડતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોરીએ પણ તપાસ કરવાની ઉવાચ કરી છે. એક તરફ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરવામાં આવે છે. ત્યારે સ્થાનિક કક્ષાએ થઈ રહેલા ભ્રષ્ટાચાર સામે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!