GSTV
Gujarat Government Advertisement

હવામાન વિભાગે કરી આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે વરસાદ

Last Updated on December 6, 2019 by

દક્ષિણ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં શનિવારે સામાન્ય વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દિવ-દમણ , દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. શનિવારે વાવાઝોડુ ડિપડિપ્રેશનમાં ફેરવાઈને નબળું પડી જશે. ત્યારબાદ હવામાન સામાન્ય થશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી

બનાસકાંઠા જીલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પરીવર્તન જોવા મળ્યું હતું. અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો હતો અને વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું. ડીસામાં બદલાયેલા હવામાનને પગલે ધરતીપુત્રો પણ ચિંતિત થઈ ગયા હતા. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની સીધી અસર અત્યારે ઉત્તર ગુજરાત પર જોવા મળી રહી છે અને તેના લીધે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. દિવસભર વાતાવરણ વાદળછાયું રહેતા સવારના સમયે ઠંડીમાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ બપોર બાદ ઠંડા પવનો ફૂંકાતો મહત્તમ તાપમાનનો પારો પણ ગગડી ગયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!