GSTV
Kutch Trending ગુજરાત

કચ્છ: સમીસાંજે અગ્રણી વકીલની હત્યાથી ચકચાર, આ કારણે પરિવારે લાશ સ્વીકારવાનો કર્યો ઇનકાર

હત્યા

કચ્છના  રાપરમાં  ગત સમી સાંજે અગ્રણી વકીલ પર છરીથી હુમલો હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.વકીલ દેવજીભાઈ ભાજપના કાર્યાલય બહાર આવી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સે છરી વડે ઉપરાછાપરી ઘા કરતા વકીલ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.ઈજાગ્રસ્ત દેવજીભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.

સીસીટીવીમાં કેદ થઇ ઘટના

 જો કે હુમલો કરનાર શખ્સ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક દેવજીભાઈ ઇન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ હોવાનું જાણવા મળ્યું છે. તે બામસેફ જેવી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલાં હતા.ઉલ્લેખનીય છે કે હુમલાના આ બનાવે ભારે ચકચાર સર્જી છે.તો મોટા ભાગે અનેક વિસ્તારોમાં દલિત સમાજના યુવાનો દ્વારા મોડી રાતે રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

હત્યા મામલે સમાન આકરા પાણીએ

કચ્છના રાપરમાં ગત સાંજે વકીલ દેવજી મહેશ્વરીની અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી.જે મામલે સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે સાથે મૃતક વકીલની લાશ સ્વીકારવાનો પરિજનોએ ઇનકાર કરી દીધો છે.અને ચીમકી ઉચ્ચારી છે કે જો આજ સાંજ સુધી હત્યારો નહી પકડાય તો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેના માટે તંત્ર જવાબદાર હશે.જેથી પોલીસે તાત્કાલિક ગાંધીધામ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક જોવા મળી રહી છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV