GSTV
Kutch ગુજરાત ટોપ સ્ટોરી

વિવાદાસ્પદ વીડિયો અંગે છબીલ પટેલનો દાવો, મજાક-મસ્તીમાં વીડિયો શેર કર્યો હતો

કચ્છના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના વિવાદીત વીડિયોની ફરિયાદ ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચી છે. છબીલ પટેલે દાવો કર્યો કે, તેમણે આ વીડિયો મજાક-મસ્તીમાં શેર કર્યો હતો. વિધાનસભા ચૂંટણી બાદ નિરાશા થયેલા ટેકેદારોમાં નિરાશા ખંખેરી નવી ઉર્જા પૂરવા માટે આ વીડિયો શેર કરાયો હતો. મહત્વનું છે કે, કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્યનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર જાગી હતી.

વિવાદાસ્પદ વીડિયો અંગે સ્પષ્ટતા કરતાં છબીલ પટેલે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી બાદ નિરાશ થનારા ટેકેદારોમાં નિરાશા ખંખેરી નવી ઉર્જાનો સંચાર કરવા માટે આ વીડિયો બનાવાયો હતો, પરંતુ જે રીતે ભાજપના જ પદાધિકારીઓએ ઢીશ્ક્યાંઉનો જવાબ આપ્યો છે તેની છબીલ પટેલે ફરિયાદ કરી છે. તેમણે માંગ કરી છે કે આ રીતે તેમની સામે વીડિયો જાહેર કરનારા કોણ છે અને કોના નેતૃત્વ હેઠળ આ રીતે વિરોધ કરી રહ્યા છે તેની તપાસ થવી જોઈએ.

Read Also: અબડાસાના Ex MLA છબીલ ૫ટેલનો વિવાદાસ્પદ વિડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, કચ્છની અબડાસા બેઠકના પૂર્વ ધારાસભ્ય છબીલ ૫ટેલનો એક વિવાદાસ્પદ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં કચ્છ જિલ્લામાં ભારે ચકચાર મચી હતી. આ વિડિયોમાં છબીલ પટેલ દુશ્મનોને ઉડાવી દેવાની ધમકી આપતા જોવા મળે છે. હાથ વડે બંદુકનો ઇશારો કરીને બોલી રહ્યા છે કે, મિત્રો ચિંતા ન કરતા, દુશ્મનો કા ઢિંચ્યાઉ.. ઢિંચ્યાઉ.. આ વિડિયો ક્યારે લેવાયેલો છે? તે જાણી શકાયુ નથી. તેમજ આ વીડિયોની GSTV પણ પુષ્ટી કરતુ નથી.

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV