GSTV

વાયુદળના પ્રતિબંધિત વિસ્તારમાં ફોટોગ્રાફી કરનારા યુવકો પર ઓફિશીયલ સિક્રેટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ

Last Updated on March 8, 2020 by Mayur

કચ્છના નલિયા એરબેઝની માહિતી પાકિસ્તાનને પહોંચાડવાના આરોપમાં અબડાસાના 4 યુવાનોને પકડી પાડવામાં આવ્યા છે નલિયા નજીક મોથાળા વાયુદળના એરબેઝ અને તેના રડારની ફોટોગ્રાફી કરતાં ઝડપાયેલાં એક કિશોર સહિત ચાર જણાં સામે ઓફિસીઅલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

વાયુદળના પ્રતિબંધિત વિસ્તારમાં ફોટોગ્રાફી કરતાં હતા

ઉલ્લેખનીય છે કે ગત 29મી જાન્યુઆરીના રોજ બપોરે 1 વાગ્યાના અરસામાં ચારેય જણ એક વાડીની ઓરડી ઉપર ચડીને વાયુદળના પ્રતિબંધિત આંતરિક વિસ્તાર અને રડારની ફોટોગ્રાફી કરતાં હતા એરફૉર્સના વૉચ ટાવર પર તૈનાત જવાનના ધ્યાને આ બાબત આવી હતી. એરફોર્સ સત્તાવાળાઓએ સ્થળ પર ધસી જઈને ચારેયને બે કેમેરા અને ચાર મોબાઈલ ફોન સાથે દબોચી લઈ નલિયા પોલીસના હવાલે કરી દીધા હતા.

ગુનાહિત ષડયંત્ર રચ્યાનો આરોપ

ઘટનાની પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે તપાસ હાથ ધરી હતી. દરમિયાન, પ્રતિબંધિત વિસ્તારના ફોટો પાડી દેશની સુરક્ષા જોખમાય તેમજ યુધ્ધના સમયે જો આ માહિતી દુશ્મન દેશને પહોંચાડાય તો સુરક્ષા જોખમાય તેવા ફોટો પાડવાનું – એકત્ર કરવાનું ચારેય જણે ગુનાહિત ષડયંત્ર રચ્યું હોવાના આરોપ સાથે વાયુદળના અધિકારીએ ચારેય સામે ઓફિસીઅલ સિક્રેટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

કોણ છે આરોપીઓ ?

ચાર આરોપીઓમાં રફીક મામદ હજામ, અબ્બાસ દાઉદ પઢીયાર,અરબાઝ ઈસ્માઈલ સુમરા અને એક 17 વર્ષિય કિશોરનો સમાવેશ થાય છે. અબ્બાસ અને કિશોર એ બે જણાં નલિયાની શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરે છે. જ્યારે, રફીક કોઠારામાં હજામ તરીકે અને અરબાઝ નલિયામાં પિતાની મોબાઈલ શોપમાં કામ કરે છે. એસઓજીએ જે-તે સમયે બે કેમેરા અને 4 મોબાઈલ ફોન કબ્જે કર્યાં હતા. દરમિયાન, આરોપીઓએ ફોટો પાડી પાકિસ્તાન મોકલ્યાં હોવાનું અને તેમને હવાલાથી નાણાં મળતાં હોવાની વાત સામે આવી છે.

READ ALSO

Related posts

આશાદીપ સ્કૂલ પર હોબાળો મચાવનાર પૂર્વ કોર્પોરેટર સહિત 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ, જાણો શું હતો સમગ્ર મામલો

Dhruv Brahmbhatt

રેલવેની નવી સુવિધા/ હવે જનરલ કોચમાં મળશે ‘રિઝર્વ ક્લાસ’ જેવી સુવિધા, જાણો કેવી રીતે મળશે કન્ફર્મ ટિકિટ

Bansari

અત્યંત આધાતજનક સમાચાર: દુર્લભ ગણાતા પેંગ્વિન પર મધમાખીઓએ હુમલો કરતા 63 પક્ષીઓના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!