GSTV
Home » News » આ વિદ્યાર્થીઓએ તો ‘થ્રી ઇડિયટ્સ’વાળી કરી, આવી વિચિત્ર હરકતથી ઇન્સ્ટીટ્યુટ પણ ‘તૌબા’ પોકારી ગયુ

આ વિદ્યાર્થીઓએ તો ‘થ્રી ઇડિયટ્સ’વાળી કરી, આવી વિચિત્ર હરકતથી ઇન્સ્ટીટ્યુટ પણ ‘તૌબા’ પોકારી ગયુ

તમે ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મ તો જોઇ જ હશે. કેવી રીતે રેન્ચો, ફરહાન અને રાજૂ રસ્તોગી પોતાના જ ડીન વીરુ સહસ્ત્રબુદ્ધેની દિકરીના લગ્નમાં કોઇપણ આમંત્રણ વિના ફ્રીનું ભોજન ઝાપટતા પકડાઇ જાય છે. આવું જ કંઇક કુરુક્ષેત્રની એક ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓએ કર્યુ છે. વિદ્યાર્થીઓની આવી હરકતથી ઇન્સ્ટીટ્યુટ પણ પરેશાન છે.

જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર એક ઇન્સ્ટીટ્યુટના વોર્ડનનો પત્ર વાયરલ થઇ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓની આ વિચિત્ર હરકત વિશે લખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે,આવા જ હાલ દરેક યુનિવર્સિટી અને હોસ્ટેલના છે. આ વાયરલ ફોટો નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી કુરુક્ષેત્રનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેવું કે પત્રમાં લખવામાં આવ્યું છે તેમ નોટિસમાં વિદ્યાર્થીઓની થ્રી ઇડિયટ્સવાળી હરકતો પર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

નોટિસમાં લખ્યું છે કે ઇન્સ્ટીટ્યુટના કેટલાંક વિદ્યાર્થીઓ શહેરમાં થતા લગ્ન અને પાર્ટીઓમાં આમંત્રણ વિના જ સામેલ  થઇ જાય છે. જે અનૈતિક, ચરિત્રહીન, અનિચ્છનીય છે. તેવામાં આ પત્રમાં આવી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવાની વાત પણ કરવામાં આવી છે. જો કે હજુ આ વાયરલ ફોટોની કોઇ પુષ્ટિ થઇ શકી નથી.

Read Also

Related posts

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel

માંડવી નગરપાલિકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

Nilesh Jethva

અમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, બાજુના અન્ય બે ઘરોને પણ નુકશાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!