GSTV

બિલની બબાલ: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25 તારીખે હરિયાણા બંધની જાહેરાત, સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી

હરિયાણાના ખેડુતોએ કૃષિ બીલના વિરોધમાં પોતાનો વિરોધ તેજ કરી દીધો છે. ખેડુત સંગઠનો આજે પ્રદર્શન માટે એકઠાં થયાં. રસ્તા રોકો આંદોલન હેઠળ ખેડુતોએ હાઈવે બ્લોક કરવાનું એલાન કર્યું હતું આ જાહેરાત હેઠળ આજે સેંકડોની સંખ્યામાં ખેડુતો અંબાલામાં માર્ગો પર ઉતરી આવ્યા.

25 તારીખે હરિયાણા બંધનું એલાન

આ ઉપરાંત ખેડૂતોએ 25 સપ્ટેમ્બરના રોજ હરિયાણા બંધ કરવાની જાહેરાત કરી છે. સાથે જ 27 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક કરવાની પણ જાહેરાત કરી છે. આ દિવસે ખેડૂત બિલ વિરુદ્ધ મહત્વનો નિર્ણય કરવામાં આવશે.

ખેડુતો ટ્રેક્ટર લઈને માર્ગો પર ઉતર્યા અને બીલના વિરોધમાં નારેબાજી કરી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ ઝંડા અને બેનર સાથે જોવા મળ્યા. બીજી બાજુ અહીં આ બીલનો વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોને વિખેરવા પોલીસે પાણીનો મારો કર્યો હતો.

ખેડૂતોના પ્રદર્શનને જોઈ મોટી સંખ્યામાં પોલીસ કરવી પડી તૈનાત

હરિયાણામાં અંબાલા પાસે સાદોપુર બોર્ડર પર આજે ખેડુતોના પ્રદર્શનને જોતા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, અંબાલાના પોલીસવડા અભિષેક જોરવાલે કહ્યું કે, ભારતીય કિસાન યૂનિયને પ્રદર્શન બોલાવ્યું છે. તેને જોતા બેરિકેડિંગ કરી દેવામાં આવી છે.

તેમણે કહ્યું કે, અમારી પાસે અહીં પુરતુ સુરક્ષાદળ છે. અમે ટ્રાફિક રૂટમાં પણ ફેરફાર કર્યો છે. જે લોકો દિલ્હી, કુરુક્ષેત્ર તરફથી આવી રહ્યાં છે અમારી પાસે તેમના માટે ડાયવર્ઝન પ્લાન છે. અંબાલામાં વધારે પોલીસની તૈનાતી એ માટે કરવામાં આવી છે કારણ કે પ્રદર્શનકારીઓ અહીંના રસ્તેથી દિલ્હી જઈ શકે છે. જ્યારે ખેડુતોના પ્રદર્શનને જોતા પોલીસ એલર્ટ મોડ પર છે.

અંબાલા રેંજ આઈજી વાઈ પુરન કુમારે આજે સવારે આ વિશે કહ્યું હતું, હરિયાણામાં 16-17 ખેડુત સંગઠનોના વિધેયકના વિરોધમાં પ્રદર્શન બોલાવ્યું છે. કોઈ પણ સ્થિતિમાં કાયદો વ્યવસ્થા જળવવામાં આવશે.

દિલ્હીની સરહદોમાં પણ પોલીસ ફોર્સ કરવી પડી તૈનાત

દિલ્હી પોલીસે રવિવારે જણાવ્યું કે, પાડોશી રાજ્યોમાં ખેડુતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે સીમાવર્તી વિસ્તારોમાં પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસની બહાર પાંચ રાજ્યોના સેંકડો ખેડુતો અને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના સભ્યો પ્રદર્શન કરી રહ્યાં છે. પોલીસે દિલ્હી-હરિયાણા બોર્ડર પર સતર્કતા વધારી દીધી છે.

મોદી સરકાર વિરુદ્ધ નારેબાજી

ઉત્તરપ્રદેશ, હરિયાણાં, મધ્યપ્રદેશ, દિલ્હી અને પંજાબના ખેડુતો અને કાર્યકર્તા કોંગ્રેસ ઓફિસની બહાર પ્રદર્શન કરી રહ્યાં હતા. તેઓ મોદી સરકારના વિરોધમાં સતત નારેબાજી કરી રહ્યાં હતા. જે બાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધાં.

ઉલ્લેખનિય છે કે, વિવાદિત કૃષિ વિધેયકને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું. આ બીલ રજુ કર્યાં બાદ તેના પર ચર્ચા થઈ, રાજ્યસભામાં સરકાર વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી. સરકારની સહયોગી પાર્ટી અકાલી દળે આ બીલનો વિરોધ કર્યો છે. લોકસભામાં બીલ પસાર થયાં બાદ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.

READ ALSO

Related posts

પાકિસ્તાનને સાઉદી અરેબીયાએ આપ્યો મોટો ઝટકો, ગિલગીટ-બાલ્ટિસ્તાન અને POK ને નકશામાંથી હટાવ્યા

Karan

એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 62 કરોડ રૂપિયા મળ્યા, આઈટીના દેશભરમાં 42 જગ્યા પર સામૂહિક દરોડા

pratik shah

કામના સમાચાર/ ટ્રેનની કન્ફર્મ ટિકિટ પર બદલી શકો છે પેસેન્જરનું નામ, જરૂરિયાત પ્રમાણે આ રીતે ચેન્જ કરો ડિટેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!