જે મહિલાઓ નોકરી કરે છે તેમને તેમના કપડાને લઈને જરૂર સમસ્યા થતી હોય છે કે રોજ ઓફિસમાં કેવા પ્રકારના કપડાં પહેરી જવા જોઈએ. કેમકે તેમને ઓફિસ કે તેમના કામના સ્થળની ગરિમા પણ જાળવવી છે તો સાથે જ તેમને સ્ટાઈલિશ અને ટ્રેન્ડી લુક પણ અપનાવવા છે. આ કારણે તેમને મૂંઝવણ રહે છે કે તેમને કેવા કપડાં પહેરીને કામ પર જવું જોઈએ. જો તમને પણ આવી સમસ્યા થતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી આ સમસ્યાનો જવાબ આજે તમને મળી જશે. આજકાલ બજારમાં અલગ અલગ પ્રકારના કુર્તી કે કુર્તા સેટ મળે છે, જે તમને ટ્રેન્ડી લુક અપાવશે અને તમે તેને ઓફિસમાં પણ પહેરી જઇ શકો છો.
કુર્તી પ્લાઝો સેટ
જો તમને ઉનાળામાં હળવા કપડાં પહેરવા ગમે છે, તો તમે ઓફિસ માટે કુર્તી પલાઝોનો સેટ પસંદ કરી શકો છો. આવા પોશાકો ખૂબ આરામદાયક છે. કુર્તી પલાઝો સેટમાં પણ તમે પલાઝો સાથે સ્લિટ કુર્તી અથવા સ્કર્ટ પલાઝો સાથે કુર્તી ખરીદી શકો છો. તમે ઓફિસ માટે દિવસ પ્રમાણે કલર ઓપ્શન લઈ શકો છો.

અનારકલી કુર્તી સેટ
આજકાલ અનારકલી કુર્તીનો ટ્રેન્ડ ઘણો ચાલી રહ્યો છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ આ પ્રકારની કુર્તી સેટ પહેરવાનું સૌથી વધુ પસંદ કરે છે. તો તમે પણ ઓફિસ માટે અનારકલી કુર્તીનો સેટ ટ્રાય કરી શકો છો. આમાં તમે બાંધણી પ્રિન્ટ, સાદી અનારકલી અથવા પ્લાઝો સાથે અનારકલી ટ્રાય કરી શકો છો. તમે આ ડિઝાઇનની કુર્તીને ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી અને શૂઝ સાથે પેર કરી શકો છો.
પેન્ટ કુર્તી સેટ
જો તમને સાદા કપડા ગમે છે, તો તમે તમારા ઓફિસ આઉટફિટ લિસ્ટમાં પેન્ટ કુર્તી સેટનો વિકલ્પ ઉમેરી શકો છો. તમે આ પ્રકારનો સેટ પહેરીને સરળતાથી બહાર જઈ શકો છો. તમે કોટન, સિલ્ક અને જ્યોર્જેટ ફેબ્રિક્સમાં આ પ્રકારના કુર્તી સેટ ખરીદી શકો છો. માર્કેટમાં તમને તેમાં ઘણી ડિઝાઈનના વિકલ્પો મળશે. તમે તમારી પસંદગી મુજબ કુર્તી સેટ સાથે મેચિંગ જ્વેલરી અને ફૂટવેર કેરી કરી શકો છો.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો