જમ્મુ કાશ્મીરના કુપવાડા ખાતે સુરક્ષાદળના જવાનોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબા ગ્રુપના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. .આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો પણ મળ્યો છે. સુરક્ષાદળના જવાનોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન ચલાવ્યું.

Based on a specific input over infiltration attempt of terrorists in village Jumagund, Kupwara, an encounter is underway there. More details to follow: Jammu & Kashmir Police
— ANI (@ANI) May 26, 2022
મળતા અહેવાલ પ્રમાણે જમ્મુ-કાશ્મીર પોલીસને કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓની ઘૂસણખોરીની બાતમી મળી હતી. આ પછી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો, જવાબી કાર્યવાહીમાં, ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. કાશ્મીર આઈજીપીએ કહ્યું કે આતંકવાદીઓના કબજામાંથી હથિયારો, દારૂગોળો સહિતની વાંધાજનક વસ્તુઓ મળી આવી છે.

આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન સતત

બે દિવસમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા
તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બુધવારે થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ જૂથના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ શહીદ થયો હતો. એટલે કે છેલ્લા બે દિવસ દરમિયાન અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ 6 આતંકીઓને ઠાર કર્યા છે.
READ ALSO
- IBPS RRB Recruitment 2022: દેશભરની ગ્રામીણ બેંકોમાં 8000 થી વધુ જગ્યાઓ ખાલી, અરજી કરવાની આજે છેલ્લી તક
- Umang 2022: લાંબા સમય પછી સ્ટેજ પર જોવા મળ્યા કિંગ ખાન, ડાન્સ પરફોર્મન્સથી જીત્યા ચાહકોના દિલ
- આશ્ચર્ય! Aunty કહેવા પર હોટલ માલિકે લગાવ્યું એક મોટું બોર્ડ, લખ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ મને “આંટી” કહેવાનું બંધ કરે
- ફળ અને શાકભાજીની છાલથી થશે પરફેક્ત સ્કીન કેર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર