GSTV

કોરોના : કોગ્રેસના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા થયા હોમ ક્વોરન્ટિન

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાના પત્નીને કોરોનાનો ચેપ લાગ્યો છે. ફાલ્ગુનીબેન ચાવડા પશુપાલન નિયામક છે. લક્ષણો જણાતાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી. જે. ચાવડા હોમ ક્વોરન્ટાઇન થયા છે. આ ઉપરાંત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટિન થયા છે. તેઓ પશુપાલક વિભાગના નિયામકના સંપર્કમાં આવ્યા હતા. પશુપાલન વિભાગના નિયામકનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓ જસદણના અમરાપુર ખાતે હોમ ક્વોરન્ટિન થયા છે. પશુપાલન વિભાગના અન્ય 3 વ્યક્તિઓ પણ ક્વોરન્ટીન થયા છે. નોંધનિય છે કે એક દિવસ પહેલા જ કુંવરજી બાવળીયા જસદણ ખાતે એક જીમના ઉદ્ઘાટનમાં આવ્યા હતા. જેને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો. આ

  • કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન
  • પશુપાલન નિયામકના સંપર્કમાં આવ્યા હતા બાવળિયા
  • પશુપાલન નિયામકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • કેબિનેટ મંત્રી જસદણના અમરાપુરમાં થયા ક્વોરન્ટીન

ગઢડા ચૂંટણીના ઇન્ચાર્જ છે કુંવરજી બાવળીયા.ક્વોરન્ટીનને પગલે ગઢડાનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન સાથે બેઠકમાં હાજર રહ્યા હતા.સ્ટાફના અન્ય ત્રણ વ્યક્તિ પણ ક્વોરન્ટીનસેક્શન ઓફિસર વસાવા પણ હોમ ક્વોરન્ટીન કરવામા આવ્યા છે.

READ ALSO

Related posts

મમતાનો હુંકાર/ બંગાળ કંઈ ગુજરાત કે ઉત્તર પ્રદેશ નથી, બંગાળ એ બંગાળ છે !

Pravin Makwana

ભારતની સૌથી ધાતક મિસાઈલનું સફળ પરીક્ષણ, આંખના પલકારામાં જ દુશ્મનોના બોલાવી દેશે ભુક્કા

Pravin Makwana

બોલિવૂડ કિંગ ખાન વધું એક ટીમના બનશે માલિક, અમેરિકાની ટૂર્નામેન્ટમાં કરશે રોકાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!