ગુજરાતમાં નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળને લઇને આજે જે-જે ધારાસભ્યોને મંત્રીપદ આપવાના છે તેઓને ફોન કરી દેવામાં આવ્યાં છે. ત્યારે નવી સરકારના નવા મંત્રીમંંડળની ટીમમાં કુંવરજી બાવળિયાની બાદબાકી કરાતા તેમના સમર્થનમાં વિંછીયા બંધનું એલાન આપવામાં આવ્યું છે. રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાન પદે રહેલા કુંવરજી બાવળિયાનો નવા પ્રધાનમંડળમાં સમાવેશ થયો નથી. જેથી તેમના હોમગ્રાઉન્ડ વિંછીયામાં આજે બંધ પાળવામાં આવ્યો છે. વિંછીયાના સ્થાનિકો કુંવરજી બાવળિયાના સમર્થનમાં આવ્યાં હતાં અને વિવિધ વિસ્તારમાં બંધ પાળવામાં આવે તેવો પ્રયાસ કર્યો છે.

નવા મંત્રીમંડળની રચનાને લઇ ધારાસભ્યોને ફોન કરાયાં
ઉલ્લેખનીય છે કે, આજ રોજ ગાંધીનગર ખાતે યોજાવા જઇ રહેલી નવા મંત્રીમંડળની શપથવિધિને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. નવા મંત્રીમંડળની રચનાને લઇ ધારાસભ્યોને ફોન કરવાના શરૂ કરી દેવાયા છે. જેમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, લિંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, રાજકોટ ઈસ્ટના ધારાસભ્ય અરવિંગ રૈયાણી, ભાવનગર વેસ્ટના ધારાસભ્ય જીતુ વાઘાણી, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, વડોદરા શહેરના ધારાસભ્ય મનિષા વકીલ, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડિસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને શપથવિધિ માટે ફોન કરવામાં આવ્યો છે.

બાવળીયાએ પેટાચૂંટણીની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા!
ઉલ્લેખનીય છે કે, કોળી સમાજનાં નેતા કુંવરજી બાવળીયાનું નવા પ્રધાનમંડળમાં પતું કપાતા તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી છે. તેમના મત વિસ્તાર જસદણ તાલુકાની જિલ્લા પંચાયતની બે બેઠકોની પેટાચૂંટણીની જવાબદારીમાંથી હાથ ખંખેરી લઈને જિલ્લા સંગઠનને સોંપવા પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખ્યો છે.
કુંવરજી બાવળીયાએ તા. ૧૪મીએ પ્રદેશ પ્રમુખ પાાટીલને પત્ર લખ્યો હતો. તા. ૧૧ મીથી ગાંધીનગરમાં હાજરી હોવાને કારણે જિલ્લા પંચાયતની બે બેઠકોની પેટાચૂંટણીની પસંદગી બાબતે યોગ્ય નિર્ણય લઈ શકાય તેમ ન હોય જિલ્લા – તાલુકા સંગઠનનાં હોદેદારોને ઉમેદવાર પસંદગીથી માંડી ચૂંટણીની તમામ પ્રક્રિયાની જવાબદારી સોંપવા અંગેની સૂચના આપવા અનુરોધ કર્યો છે. આ પત્રને લઈને જિલ્લા ભાજપમાં ભારે ચર્ચા જાગી હતી.
READ ALSO :
- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ
- અમદાવાદમાં ‘શુભ’મેન છવાયો / ગિલે ટી-20માં ફટકારી શાનદાર સદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
- Union Budget 2023 / રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટને આવકાર્યું, પણ સોની બજારમાં નિરાશા
- ‘ફિલ્પકાર્ટ પે લેટર’ સુવિધા શું છે ? જાણો તેનો ઉપયોગ ક્યારે કરી શકાય છે
- બજેટ 2023 / નાણામંત્રીએ મહિલાઓને આપી ભેટ, આ સુવિધા સાથે નવી બચત યોજનામાં મળશે 7.5% વ્યાજ