GSTV
Gandhinagar Videos ગુજરાત ટોપ સ્ટોરી

શક્તિપ્રદર્શન કરી બાવળિયાના શપથગ્રહણ કરવાની જગ્યાએ ભાજપે મૂંગે મોઢે અવસર પૂરો કરી લીધો

Kunvarjibhai Bavaliya statement

રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ ફરી એક વખત જસદણના ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા બાદ જસદણ બેઠક ખાલી થઈ હતી. અને જસદણને પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાએ કોંગ્રેસના અવસર નાકિયા સામે 19 હજાર 979 મતની જંગી બહુમતીથી જીત મેળવી હતી અને આજે વિજય મુહૂર્તમાં બપોરે 12 વાગીને 40 મિનિટે તેમણે ધારાસભ્ય પદના શપથ લીધા છે. ગાંધીનગરમાં વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીની કેબિનમાં તેમણે ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. આ સમયે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. બાવળિયા જીત્યા ત્યારે ભાજપે 3 જાન્યુઅારીએ શક્તિ પ્રદર્શન કરી શપથગ્રહણ સમારંભ કરવાનું આયોજન કર્યું હોવાનું અહેવાલો હતા. જોકે, ગત રોજ દિલ્હીની મુલાકાત બાદ તાત્કાલિક શપથ લેવાના આદેશો છૂટતાં ભાજપ પાસે આજે કોઈ મોકો ન હતો.

શક્તિ પ્રદર્શન કરવાનો ભાજપનો એકમાત્ર હેતુ એ હતો કે 11 ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામોમાં ભાજપનો રકાસ થયો હતો. કોંગ્રેસે પંજાને લહેરાવ્યો હતો જ્યારે ભાજપનું કમળ તળાવમાં ડૂબી ગયું હતું. જેના કારણે એવા સંજોગો પણ ઉતપન્ન થયેલા કે જસદણમાં કુંવરજી હોવા છતા ભાજપ હારશે, પણ કુંવરજી જીત્યા હતા અને ભાજપે મહાસભા સંબોધી હતી. જેમાં ભરત બોઘરાએ કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુને તેણે જસદણમાં કરેલી રેલી પ્રમાણે જ જવાબ આપ્યો હતો. ભાજપની ખુશી જોતા લાગતું હતું કે હવે જોરદાર શક્તિપ્રદર્શન કરી આગામી લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે ત્યાં તો બધુ ઓલવાઇ ગયું.

મોદી સાથે કરી હતી મુલાકાત

દિલ્હીથી આવ્યા બાદ એકાએક આજે જ તેઓ શપથ લેવાના છે. મોદી અને અમિત શાહને મળ્યા બાદ એકાએક કાર્યક્રમ ગોઠવાયો છે. ભાજપ તેમના શપથ ગ્રહણ સમારંભામાં શક્તિ પ્રદર્શન કરવા માગતી હતી. ગઇ કાલે જ મોદીએ બાવળિયા સાથેનો ફોટોગ્રાફ Tweet કર્યો હતો.

ધારાસભ્ય તરીકેની શપથ લેતા પહેલા બાવળિયાને દિલ્હી બોલાવવામાં આવતા તેઓ વિંછીયાના કાર્યક્રમો રદ કરી દિલ્હી પહોંચ્યા હતા. જસદણની પેટાચૂંટણીમાં જીત બાદ તેઓ પહેલીવાર પીએમ મોદી અને અમિત શાહને મળ્યા છે. આ અંગે બાવળિયાએ જીએસટીવી સાથે એક્સકલુસિવ વાતચીત કરી હતી.

ભાજપને કેમ છે બાવળિયા પર વધુ ભરોસો

જસદણ બેઠકનો પર્યાય બની ગયેલા કુંવરજી બાવળિયા તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. 1985માં કુંવરજી બાવળિયા સૌપ્રથમ જનતા દળમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ પ્રથમ જ ચૂંટણીમાં તેમણે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. 1990ની વિધાનસભા ચૂંટણીમાં પણ કુંવરજીએ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો. પરંતુ 1995ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને સૌપ્રથમ વખત ધારાસભ્ય બન્યા. 1998ની ચૂંટણીમાં પણ કુંવરજી બાવળિયાએ વિજયનો સ્વાદ ચાખ્યો. તો 2002માં યોજાયેલી ચૂંટણીમાં પણ કુંવરજીએ જંગી લીડથી જીત મેળવી હેટ્રિક સર્જી હતી.

READ ALSO

Related posts

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ

Nakulsinh Gohil

Union Budget 2023 / રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટને આવકાર્યું, પણ સોની બજારમાં નિરાશા

Nakulsinh Gohil

Union Budget 2023 / કેન્દ્રીય બજેટથી ભાવનગરને ઘણી અપેક્ષાઓ હતી, પણ પાણી ફરી વળ્યું

Nakulsinh Gohil
GSTV