GSTV
India News

દક્ષિણ આફ્રિકાથી વધુ 12 ચિતાઓને ભારત લાવવા તડામાર તૈયારીઓ

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તાઓને વસાવવા માટે તૈયારી ચાલી રહી છે.

આ ચિતાઓને દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે. આ માટે કુનો નેશનલ પાર્કમાં નવી સ્પેસ તૈયાર કરાઈ રહી છે.

મધ્યપ્રદેશના વન વિભાગના અધિકારી અને મુખ્ય સચિવ અશોક બર્નવાલના કહેવા પ્રમાણે ચિતાઓને લાવવા માટે દક્ષિણ આફ્રિકા તથા ભારત સરકાર વચ્ચે એમઓયુ માટે વાતચીત પહેલા તબક્કામાં છે. એમઓયુ થયા બાદ ચિતાઓને ભારત માં લાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

ચિતાઓને ક્વોરેન્ટાઈન કરવા માટેનો વાડો બનાવવા માટેની જગ્યા પસંદ કરી લેવામાં આવી છે.

અધિકારીઓએ કહ્યુ હતુ કે, નામિબિયાથી લાવવામાં આવેલા 6 ચિતાઓ માટે ક્વોરેઈન્ટાન વાડા બનાવવાનો અનુભવ અમારી પાસે છે જ અને તે અમને નવા વાડા બનાવવા માટે કામમાં લાગશે.

દક્ષિણ આફ્રિકાનુ પ્રતિનિધિ મંડળ કુનો નેશનલ પાર્કથી સંતુષ્ટ છે.આ પ્રતિનિધિ મંડળ નવા વાડાની સમીક્ષા બાદ દક્ષિણ આફ્રિકાની સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરશે અને દક્ષિણ આફ્રિકાની સરકાર ચાર ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં ચર્ચા બાદ ચિતાઓને ભારત મોકલવા પર અંતિમ નિર્ણય લેશે.

તાજેરમાં જ દક્ષિણ આફ્રિકાના એક પ્રતિનિધિ મંડળે કુનો નેશનલ પાર્ક અને તેને અડીને આવેલા રણથંભોરનો પ્રવાસ કર્યો હતો. આ પ્રતિનિધિ મંડળને ભારતમાં ચિતાઓ માટેના અનુકુળ વાતાવરણની જાણકારી આપવામાં  આવી હતી.

તાજેતરમાં જ પીએમ મોદીએ નામિબિયાથી આવેલા આઠ ચિતાઓને કુનો નેશનલ પાર્કમાં રિલિઝ કર્યા છે અને ત્યારથી ભારતમાં ચિતાઓ પણ ચર્ચાનો વિષય બની ચુકયા છે.

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

‘શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે…?’ ખડગેએ ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદી પર સાધ્યું નિશાન

Padma Patel
GSTV