GSTV

સુશાંત બાદ વધુ એક ફેમસ એક્ટરે કરી આત્મહત્યા, ઘરમાં લટકતી મળી લાશ

કોરોના સંકટ વચ્ચે બોલિવૂડ અને નાના પડદાના સ્ટાર્સની આત્મહત્યા કરવાનો સિલસિલો ચાલુ છે. સમાચાર છે કે ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. તેણે મુંબઈમાં પોતાના ઘરે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે. સમીર શર્માએ ‘કેમકે સાસ ભી કભી બહુ થી’ સિરિયલમાં કામ કર્યું છે.

બુધવારે રાત્રે 44 વર્ષીય સમીર શર્માએ મલાડ વેસ્ટમાં નેહા સીએચએસ બિલ્ડિંગમાં તેના ઘરે જ ફાંસો ખાઇ લીધો હતો. મલાડ પોલીસના જણાવ્યા મુજબ, સમીર આ વર્ષે ફેબ્રુઆરીમાં એપાર્ટમેન્ટ ભાડે લીધો હતો. નાઇટ ડ્યુટી દરમિયાન ચોકીદારે સમીર શર્માનો મૃતદેહ લટકતો જોયો.

મુંબઈના મલાડમાં સમીર શર્માની લાશ ઘરે પંખા સાથે લટકેલી મળી હતી. તમને જણાવી દઈએ કે સમીર ‘કહાની ઘર ઘર કી’ સહિત ઘણા ટીવી શોમાં કામ કરી ચૂક્યો હતો. અત્યાર સુધીની માહિતી અનુસાર, સમીર શર્માને થોડા દિવસોથી કોઈએ જોયો નહોતો.

આ જ સમયે, જ્યારે સોસાયટીને તેના ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી, ત્યારે સોસાયટીના ચોકીદારે પોલીસને જાણ કરી હતી. જે પછી, પોલીસે સ્થળ પર જ ઘર ખોલ્યું ત્યારે અભિનેતા સમીર શર્માની ડેડબોડી પંખા સાથે લટકતી મળી આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સમીર શર્માનું લગભગ બે દિવસ પહેલા જ અવસાન થયું હતું અને જ્યારે ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે પડોશીઓએ શંકાને આધારે પોલીસ બોલાવી હતી.સમીર ‘યે રિશ્તા હૈ પ્યાર કે’, ‘સાસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર-ઘર કી’ જેવી સિરિયલોમાં કામ કરી ચૂક્યો છે. માનવામાં આવે છે કે તેણે બે દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. જોકે હજી સુધી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.

સમીર શર્મા કોણ હતા?

સમીર શર્માએ ઘણા ટેલિવિઝન શોમાં કામ કર્યું હતું. કારણ કે તેઓ કહાની ઘર ઘર કી સિવાય સાસ ભી કભી બહુ થી , યે રિશ્તે હૈ પ્યાર કે, લેફ્ટ રાઈટ લેફ્ટ, જ્યોતિ, ગીત હુઈ સબસે પરાઇ, 2612, દિલ ક્યા ચાહતા હૈ, વીરાનગલી, વો રહેને વાલી મહેલો કી, આયુષ્માન ભવ, ઈસ પ્યાર કો મેં ક્યા નામ દું, એક બાર ફીર સીરિયલોમાં ભૂમિકા ભજવી છે. આ દિવસોમાં, તે યહ રિશ્તા હૈ પ્યાર કે સીરિયલમાં સૌર્યા મહેશ્વરીની ભૂમિકા નિભાવી રહ્યો હતો.

સમીરની પહેલી ફિલ્મ હંસી તો ફસી હતી. તે ફિલ્મ ઇત્તેફાકમાં પણ જોવા મળ્યો હતો. સમીરે એઇડ્સ અને મોડેલિંગના ઘણા અસાઈમેન્ટમાં કામ કર્યું હતું. તે દિલ્હીનો રહેવાસી હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તે બેંગ્લોર શિફ્ટ થઈ ગયો. તેણે ત્યાંની એડ એજન્સીમાં કામ કર્યું. ત્યારબાદ તે મુંબઈમાં અભિનયનું સ્વપ્ન લઈને આવ્યો હતો.

Read Also

Related posts

મોટાસમાચાર / કૃષિબિલની સામે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવશે આ રાજ્યની સરકાર, જાણો શું છે કારણ

Mansi Patel

વલસાડમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા 3 લોકોને પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી પાડ્યા

Pravin Makwana

પટૌડી પરિવારની પુત્રી સોહાનું ઘર છે ખૂબ જ આલીશાન, કિંમત જાણીને ચોંકી જશો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!