GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

અમદાવાદના માધવપુરામાં ડોન બનવા માટે હિસ્ટ્રીશીટર વચ્ચે લડાઈ, ગોલ્ડમેન તરીકે ઓળખાતા આરોપીની ધરપકડ

અમદાવાદના માધવપુરામાં ડોન બનવા માટે હિસ્ટ્રીશીટર વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. માધુપુરા પોલીસે દાદાગીરી કરતા ગોલ્ડમેન તરીકે ઓળખાતા આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. કુંજલ પટેલ નામનો શખ્સ ડોન બનવાના અભરખા રાખતો અને તે માટે તે દાદાગીરી કરીને ધમકી આપતો હોવાની ફરિયાદો સામે આવી હતી. માધવપુરા પોલીસ સ્ટેશનમાં રવિ પરમાર નામના વ્યક્તિએ કુંજલ વિરૂદ્ધ મારવાની ધમકી તેમજ જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલતો હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે માધવપુરા પોલીસે એટ્રોસીટીનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. તો કુંજલ પટેલે પણ રવિ પરમાર વિરુદ્ધ મારામારી અને ધમકીની ક્રોસ ફરિયાદ કરી છે.

ડોન બનવાના વર્ચસ્વ માટે કુંજલ પટેલ, અજય ઠાકોર અને રવિ પરમાર વચ્ચે તકરાર ચાલે છે. અગાઉ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પણ હત્યાના પ્રયાસને લઈને ક્રોસ ફરિયાદ નોંધાઈ હતી. આરોપી કુંજલ પટેલ શિવસેનાનો કાર્યકર્તા હતો અને વિધાનસભાની ચૂંટણીમાં દરિયાપુર બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડ્યો હતો. જ્યારે અજય ઠાકોર પણ પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા કુંજલને એરિયામાં નહીં આવવાની ધમકી આપતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. માધવપુર પોલીસે આરોપી કુંજલની ધરપકડ કરી છે. જ્યારે વર્ચસ્વની લડાઈને લઈને થયેલા આક્ષેપોની તપાસ એસીપીને સોંપવામાં આવી છે.

READ ALSO

Related posts

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

જૂનાગઢની મધ્યમાં આવેલા વિસ્તારમાં દીપડાએ દેખાડો દેતા લોકોમાં ફફડાટ

Nilesh Jethva

પાવીજેતપુરમાં દીપડાએ કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!