GSTV

લગ્નની 5મી વર્ષગાંઠ પર કુણાલે પત્નીને આપી સરપ્રાઈઝ, રોયલ વેડિંગનો વીડિયો શેર કરી લખ્યો આ મેસેજ

બોલીવુડના સ્ટાર્સ અને નાવબ પટૌડી ખાનદાનના જમાઈ કુણાલ ખેમુ અને સોહા અલી ખાનના લગ્નને આજે 5 વર્ષ થઈ ગયા છે. જેથી આ ખાસ પ્રસંગ પર કુણાલે પોતાના લગ્નનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સાથે જ સોહાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોની શોર્ટ ક્લિપ્સ શેર કરી છે.

કુણાલે વીડિયો શેર કરી લખ્યું છે કે, ‘લગ્નને પાંચ વર્ષ થઈ ગયા અને મને લાગે છે કે, મેં બધા જ લોકો સાથે એક સારો સમય વિતાવ્યો છે. આટલી સારી હોવાથી અને ક્યારેક ન પણ હોવા પર ધન્યવાદ. બધા જ હાસ્ય અને આંસુ માટે ધન્યવાદ. જેટલી વખત ગળે લગાવ્યો અને ઘૂરીને જોવા બદલ પણ ધન્યવાદ. મારી મિત્ર બનવા અને મારી પત્ની બનવા માટે ધન્યવાદ. સાથે જ મને પિતા બનાવવા માટે અને એક નવી જિંદગી આપવા માટે ધન્યવાદ’.

View this post on Instagram

Always. @khemster2

A post shared by Soha (@sakpataudi) on

સોહાએ આ રીતે કરી કુણાલને એનિવર્સરી વિશ

સોહા અલી ખાને પણ સોશીયલ મીડિયા પર પોતાના વેડિંગ વીડિયોની શોર્ટ ક્લિપ શેર કરી છે. તેણીએ કુણાલને લગ્નની પાંચમી વર્ષગાંઠ પર એકદમ સાદગી ભર્યા અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોહા અલી ખાન અને કુણાલ ખેમુએ 25 જાન્યુઆરી 2015ના દિવસે લગ્ન કર્યા હતા અને બંનેની એક ગ્રાન્ડ રોયલ વેડિંગ હતી. સાથે જ લગ્નના બે વર્ષ બાદ 29 સપ્ટેમ્બર 2017ના દિવસે તેમની ઘરે દિકરી ઈનાયાનો જન્મ થયો હતો. આ બંને એક લવલી યુગલ હોવાની સાથે એક સફળ કપલ પણ છે.

કુણાલ ખેમુ જલ્દી જ બોલીવુડ ફિલ્મ ‘મલંગ’ માં જોવા મળશે. આ ફિલ્મમાં દિશા પાટની, આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂર મહત્વની ભૂમિકામા જોવા મળશે. આ ફિલ્મને મોહિત સૂરી ડાયરેક્ટ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…

Ali Asgar Devjani

મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત

Ali Asgar Devjani

ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!