GSTV
Gujarat Government Advertisement

શું કોરોનાના કારણે કુંભ મેળો સમય કરતા વહેલો પૂર્ણ થશે? ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કરી સ્પષ્ટતા

કુંભ

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

કોરોના મહામારીને કારણે કુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને 20થી વધુ સંતોના કોરોના પોઝિટિવ આવ્યા બાદ એવી ચર્ચા હતી કે કુંભ મેળાને સમય કરતા 2 સપ્તાહ પહેલા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાશે. જોકે ઉત્તરાખંડ સરકારે જણાવ્યું કે, રાજ્ય સરકાર કુંભ મેળાનો સમય ઘટાડવા અંગે વિચારી રહી નથી.

કુંભ

રાજ્ય સરકારે આવો કોઈ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો નથી. કુંભ મેળો 30 એપ્રિલે સમયસર જ પૂર્ણ થશે. હરિદ્વારમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે અને ત્રીજા શાહી સ્નાન સમયે મોટાભાગના લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા. જેના કારણે હરિદ્વારમાં કોરોના વિસ્ફોટ થયો છે. હરિદ્વારમાં જ ગત 72 કલાકમાં 1527થી વધુ કોરોના કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના દર્દીઓનો આ આંક વધી શકે છે. ત્રીજા શાહી સ્નાન સમયે 13.51 લાખ લોકોએ ગંગામાં ડુબકી લગાવી હતી.

દેશમાં નોંધાયા 2 લાખથી વધુ કોરોના કેસ

દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 2 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને સતત બીજા દિવસે પણ 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 14 લાખ જેટલો થવા આવ્યો છે.

કુંભ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,00,739 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1000થી વધુ લોકોના મોત સાથે કોવિડથી મરનાર કુલ આંકડો 1,73,123એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સતત પોઝિટિવ કેસ વધવાની સરખામણીએ સાજા થવાનો દરમાં ભારે ઘટાડો થયો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખાતરનો ભાવવધારો/ કોરોનામાં ગુજરાતના ખેડૂતો બરબાદ, રૂપિયા 1200 કરોડનો જગતના તાતને પડશે ફટકો

Bansari

મિશાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari

ટૂંક સમયમાં બાળકો પણ થશે કોરોના વાયરસથી સુરક્ષિત: બાળકો માટે કોરોના રસીનું ટ્રાયલ ટૂંક સમયમાં, એક્સપર્ટ ટીમે કરી ભલામણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!