GSTV
Gujarat Government Advertisement

બેલગામ કોરોના / કુંભમેળામાંથી અમદાવાદ આવેલા દર્શનાર્થીઓમાંથી આટલાં લોકો પોઝિટિવ આવતા ખળભળાટ

kumbh-mela-corona-news

Last Updated on April 17, 2021 by Dhruv Brahmbhatt

હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓમાં કોરોનાનું ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ત્યારે દેશમાં આ ઘટના પ્રકાશમાં આવ્યાં બાદ આખરે પ્રશાસન હરકતમાં આવ્યું છે. કેટલાંય અખાડા પહેલેથી કુંભમાંથી વાપસી કરી રહ્યાં છે. જેને લઈને આજે વડાપ્રધાન મોદીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. તો બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અંગે મહત્વની જાહેરાત કરી છે.

RTPCR ટેસ્ટ કરાવ્યા બાદ જ કોઈ પણ જિલ્લામાં પ્રવેશ મળશે

CM રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘કુંભ મેળામાં જઈને આવેલા લોકોને પહેલાં આઈસોલેટ કરવામાં આવશે, ત્યાર બાદ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ જ કોઈ પણ જિલ્લામાં પ્રવેશ આપવામાં આવશે. તે સિવાય પ્રવેશ વર્જિત રહેશે.’ તમને જણાવી દઈએ કે, કુંભમાં હાલમાં શાહી સ્નાન ચાલી રહ્યું છે. લોકો આસ્થાની ડુબકી તો લગાવી રહ્યાં છે, પરંતુ તેના કારણે જોખમ પણ ખૂબ વધ્યું છે.

અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના ટેસ્ટ કરાયા

એવામાં આવાં કોરોના કાળમાં કુંભમેળામાંથી સેંકડો દર્શનાર્થીઓ અમદાવાદ આવી પહોંચ્યાં છે. ટ્રેન મારફતે કેટલાંય કુંભ મેળાના દર્શનાર્થીઓ સાબરમતી રેલ્વે સ્ટેશને આવી પહોંચ્યાં છે. ત્યારે રેલ્વે સ્ટેશન પર જ તમામના કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત અંદાજે 600 કરતા વધુ મસાફરોના ટેસ્ટ કરાઈ રહ્યાં છે. તેમાં જેઓ RTPCR નેગેટિવ રિપોર્ટ સાથે લઇને આવ્યાં હોય તેઓને જવા દેવામાં આવી રહ્યાં છે. જ્યારે અન્ય લોકોના RTPCR ટેસ્ટ શરૂ છે. જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના ટેસ્ટ કરાયા છે. જેમાં 23 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે પોઝિટિવ આવેલા લોકોને સમરસ હોસ્ટેલમાં લઈ જવામાં આવ્યાં છે.

કુંભમાં કોરોનાના સંકટને જોતા પ્રતિકાત્મક જ રાખવામાં આવે : PM

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે, ‘આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોના હાલચાલ જાણ્યાં. તમામ સંતગણ પ્રશાસનને દરેક પ્રકારે સહયોગ કરે છે. મેં તેના માટે સંત જગતનો આભાર વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાને આગળ જણાવ્યું હતું કે, ‘મેં પ્રાર્થના કરી છે કે, ‘શાહી સ્નાનને ખતમ કરવામાં આવે, અને હવે કુંભમાં કોરોનાના સંકટને જોતા પ્રતિકાત્મક જ રાખવામાં આવે. તેનાથી આ સંકટની લડાઈમાં વધુ એક તાકાત મળશે.’

તો વળી વડાપ્રધાન મોદીના નિવેદન બાદ મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ કહ્યું હતું કે, ‘માનનીય પ્રધાનમંત્રીજીના આહ્વાનનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને અન્યોની જીવની રક્ષા એક પુણ્ય છે. મારુ ધર્મ પરાયણ જનતાથી આગ્રહ છે કે, કોવિડની પરિસ્થિતીને જોતા તમામ પ્રકારના નિયમોનું પાલન કરો.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta

ખુલાસો / બીજે વાટલિંગ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન, જાણો ક્યારે લઇ શકે છે સંન્યાસ!

Dhruv Brahmbhatt

રસીકરણ/ રાજ્ય સરકારે આપી ચેતવણી, 30 જૂન સુધી રસી નહીં લીધી તો આ તમામ સંસ્થાનો પર લાગી જશે ખંભાતી તાળા: થશે કાર્યવાહી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!