GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

VIDEO: મોદીજી પહેલા પ્રધાનમંત્રી બન્યા કે જેમણે સફાઈ કર્મીઓના પગ ધોયા, સ્વચ્છતા અભિયાનનું ઉદાહરણ….

પીએમ મોદીના સંગમ સ્નાન અને દાન બાદ તેઓ ગંગા પંડાલ પહોંચ્યા. અહીં તેમણે ગંગા સફાઇ અભિયાનમાં સામેલ છ સ્વચ્છતા કર્મચારીઓના પગ પોતાના હાથથી ધોયા. અને સફેદ વસ્ત્ર વડે તેમના પગ સાફ કર્યા. ત્યારબાદ પીએમ મોદીએ અંગવસ્ત્ર દઇને તેમનો આભાર વ્યક્ત કર્યો. સફાઇ કર્મચારીઓના પગ ધોયા બાદ પીએમ મોદીએ થોડો સમય તેમની સાથે ચર્ચા પણ કરી.

સંગમ બીચની પૂજા કર્યા પછી, વડા પ્રધાન મોદીએ પાંચ સફાઈ કર્મચારીઓના હાથ પગની સફાઇ કરી હતી. આ પછી વડાપ્રધાને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેમનો આભાર માન્યો.

સંગમમાં સ્નાન કર્યા પછી વડાપ્રધાન મોદીએ ત્રિવેળી તટ પર આરતીનું આયોજન કર્યું હતું. આરતી પછી વડા પ્રધાન મોદી ગંગા પંડાલ પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગંગા પંડાલથી સ્વચ્છ અને સલામત એક્વેરિયસનો સંદેશો મોકલશે. તેઓ સફાઈ કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓને માન આપશે. ગંગા પંડાલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં આસ્થાની ડૂબકી લાગાવી. પીએમ મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા. પીએમ મોદીએ ત્રિવણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. બાદમાં પીએમ મોદીએ સંગમ ઘાટે મંત્રોચ્ચાર સાથે પૂજા અને દૂધથી અભિષેક પણ કર્યો હતો. જે બાદ તેમણે આરતી પણ કરી હતી. અને પીએમ મોદીએ બ્રાહ્મણોને દક્ષિણા આપી. ઉપરાંત પીએમ મોદીએ સરસ્વતી કુપ અને અક્ષય વટના પણ દર્શન કર્યા.

મોક્ષના દ્વારા સમાન કુંભમાં હાવર્ડના વિદ્યાર્થીઓ ચોપડા અને પેન લઈને પહોંચ્યા

પરદેશની પ્રખ્યાત મેનેજમેન્ટ ઈન્સ્ટિટયૂટ જેમ કે હાવર્ડ અને કેમ્બ્રિજ સહિતની સંસ્થાઓને કુંભની ભીડનું મેનેજમેન્ટ દર વખતે આકર્ષે છે. માટે એ બધી સંસ્થાઓ વર્ષોથી કુંભના આયોજન પર નજર રાખે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોકલે છે. પશ્ચિમના વિકસિત દેશો માટે કુંભ એક મોટું અચરજ છે. કેમ કે એ લોકો પાસે ભારત જેટલી વસતી નથી અને દુનિયાના અનેક દેશો પાસે તો કુંભમાં જેટલા પ્રવાસી આવે એટલી પણ વસતી નથી. આથી જ કુંભનું ક્રાઉડ મેનેજમેન્ટ ખૂબ જ અગત્યનું છે.

કુંભ મેળામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે આઈઆઈટીના સંશોધકોએ અગાઉની ભીડ અને ભીડમાં થયેલી ગરબડનો અભ્યાસ કર્યો છે. એ પછી તેમણે તારણ આપ્યું કે જ્યાં એક ચોરસ મીટરમાં ૩થી વધુ લોકો હોય ત્યાં ગરબડ થઈ શકે અને જો ચાર જણ ભેગા થાય તો પછી સાવધાન થવું પડે. લોકો ચાલતા રહેતા હોય તો વાંધો નથી પણ ઉભવા લાગે તો ભીડ થાય અને ભીડ થાય તો છેવડે ગરબડ થાય. માટે સીસીટીવીમાં ટોળું નજરે ચડે કે તુરંત નજીકના અધિકારીઓ ત્યાં પહોંચે અને શક્ય હોય એ રીતે ભીડને વિખેરી નાખે.

સીસીટીવી, ડ્રોન, સેટેલાઈટ ઈમેજીસ વગેરેની સતત નજરને કારણે ધારો કે ક્યાંય ભીડ થાય તો એ ભીડને કઈ બાજુ મોકલવી એ પણ ખબર પડી શકે. ભીડની ડાબી બાજુ જગ્યા ખાલી છે કે જમણી બાજુ એ ડ્રોન-સેટેલાઈટમાં દેખાતું હોય. પરંતુ કોઈ જાણકારી આપનાર ન હોય તો ભીડ જમણી બાજુ જાય જ્યાં શક્ય છે કે દીવાલ હોય તો વધારે મોટી ગરબડ સર્જાઈ શકે. એટલે ભીડ થતી લાગે ત્યારે અધિકારીઓ ત્યાં બેરીકેડ મુકીને લોકોને ડાઈવર્ટ કરી નાખે. એ રીતે અકસ્માતને પણ ડાઈવર્ઝન મળી જાય.

કુંભમેળો પૂર્ણ થયા બાદ પણ પરંતુ ભીડ થાય એવા પ્રસંગો ક્યારેય પૂરા નહીં થાય. એ સંજોગોમાં આઈઆઈટીએ વિકસાવેલું આ મોડેલ સરકારે થોડો ખર્ચ કરીને કાયમી ધોરણે અપનાવી લેવું જોઈએ. વિજ્ઞાનીઓના કહેવા પ્રમાણે આ ક્રાઉડ મેનેજમેન્ટનું મોડેલ બહુ ઓછા ખર્ચે કામે લગાડી શકાય છે.

આ મોડેલનો ફાયદો એ થાય છે કે કઈ જગ્યાએ કેટલા માણસો ઉભા રાખવા તેની પણ સમજ મળી રહે છે. ક્યાં પોલીસની જરૂર છે. ક્યાં મહત્તમ લોકોને કવર કરી શકાશે. ક્યાં પોલીસની સાવ જરૂર નથી વગેરે માર્ગદર્શન સરળતાથી મળે છે. કેમ કે ડ્રોન કેમેરા દ્વારા સતત મેળાના દ્રશ્યો કન્ટ્રોલરૂમને મળતા રહે છે.

મેળાના આયોજન જેવી જ સમસ્યા રેલવે તંત્રને પણ થઈ રહી છે. આખા દેશમાંથી 800 ટ્રેન પ્રયાગરાજ માટે સ્પેશિયલ ફાળવાઈ છે. રેલવે તંત્રએ પોતે જ 41 કરોડના ખર્ચે વિવિધ 700 પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. એ બધા પ્રવાસીઓનું મેનેજમેન્ટ કરવા રેલવે તંત્રએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લીધી છે. જેથી એક સમયે ઢગલાબંધ ટ્રેનો આવી ન પડે અને ઢગલાબંધ મુસાફરો સ્ટેશન પર ઉમટી ન પડે.READ ALSO

Related posts

Railwaysનો કમાલનો જુગાડ, આ રીતે લેમ્પ બોક્સથી કોરોના મુક્ત થઈ જશે Train Ticket અને નોટ

Arohi

રાજસ્થાન : અશોક ગહેલોતે જીતી લીધો વિશ્વાસ પ્રસ્તાવ, વિધાનસભા 21 ઓગસ્ટ સુધી સ્થગિત

Dilip Patel

અમેરિકા, UK,કેનેડા અને UAE જવા માગતા ભારતીયો માટે આવી ખુશખબરી, આ લોકો જઈ શકશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!