કુંભમાં છવાયેલી છે આ મહિલા અઘોરી, ક્યારેક સૉફ્ટવેર કંપનીમાં કામ કરતી હતી

કુંભમાં અલગ-અલગ પ્રકારના સાધુ-સંન્યાસિઓનો ધસારો છે. જેમાં કેટલાંક ભણેલા-ગણેલા સાધુ-સંતો પણ છે. તેમાંથી એક પ્રત્યંગીરા નાથ છે, જે એક મહિલા અઘોરી છે અને આ સમયે પ્રયાગરાજ કુંભમાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મહિલા અઘોરી ખૂબ ભણેલી-ગણેલી અને પરિણીત છે.

પ્રત્યંગીરા હૈદ્રાબાદની રહેવાસી છે. તેમણે કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. સાથે જ એચઆરમાં એમબીએ પણ કર્યુ છે. અઘોરી બનતા પહેલા પ્રત્યંગીરા એક નામી સૉફ્ટવેર કંપનીમાં કામ કરતી હતી. પ્રત્યંગીરાના લગ્ન વર્ષ 2007માં થયા હતાં. તેમને એક દીકરી પણ છે, પરંતુ 8 વર્ષ પહેલા તેમણે દરેક સાંસારિક માયાનો ત્યાગ કરીને સ્મશાનનો રસ્તો પસંદ કર્યો અને મહિલા અઘોરી બની ગઇ. સામાન્ય રીતે મહિલાઓ સ્મશાન અથવા કબ્રસ્તાન જતી નથી, પરંતુ આ મહિલા અઘોરી સ્મશાનમાં જ શિવ સાધના કરે છે.

આ મહિલા અઘોરી ગળામાં નરમુંડો અને રૂદ્રાક્ષની માળા પહેરે છે. સાથે જ કાળા રંગના કપડાં પહેરે છે અને માથા પર પણ કાળા રંગની પાઘડી અને એક વિશેષ વીંટી ધારણ કરી છે. પ્રત્યંગીરા ફક્ત રાતમાં જ ભગવાન શિવ અને માં કાળીની સાધના કરે છે.

આ મહિલા અઘોરીનુ કહેવુ છે કે તેણી લોકોના કલ્યાણ માટે અઘોરી બની છે. તેણી દરેકની મદદ કરવા ઈચ્છે છે. તેમનુ કહેવુ છે કે તેણી દૈવીય ઉર્જાથી લોકોના દુ:ખ દૂર કરવા ઈચ્છે છે.

ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ કુંભમાં એક અઘોર અખાડો પણ બનાવ્યો છે, જ્યાં એક કુંડ પણ બનાવ્યો છે, જેમાં આગ ચાલુ હોય છે. સાથે જ કુંડની બહાર એક ત્રિશૂળ જમીનમાં ખોંસેલુ છે. જેના પર ડમરૂ અને રૂદ્રાક્ષની માળા લટકાવવામાં આવી છે અને ત્રિશૂળની ઉપર એક લીંબુ પણ લગાવવામાં આવ્યું છે. મહિલા અઘોરીનુ કહેવુ છે કે તેમની સાધના રાત્રે 11 વાગ્યાથી શરૂ થાય છે, જે રાત્રિના 3-4 વાગ્યા સુધી ચાલે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter