GSTV
Home » News » કુંભ મેળામાં ‘જય ગંગે’ થીમ પર વોલ પેઇન્ટીંગ, ગીનીઝ બુકમાં સ્થાન અપાયું

કુંભ મેળામાં ‘જય ગંગે’ થીમ પર વોલ પેઇન્ટીંગ, ગીનીઝ બુકમાં સ્થાન અપાયું

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં અનેક વિશ્વ રેકોર્ડ બન્યા છે. ગત એક ફેબ્રુઆરીએ વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો. કુંભ મેળા ક્ષેત્રનાં સેક્ટર-1 માં હજારોની સંખ્યામાં આઠ કલાક સુધી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરીકોએ પેઇન્ટીંગ વોલ પર પોતાનાં હાથની રંગબેરંગી છાપથી જયગંગે થીમની પેઇન્ટીંગ બનાવી આ દરમિયાન ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનાં ઋષિનાથની ટીમે પુરા કાર્યક્રમ દરમિયાન સતત નિરીક્ષણ કરતા રહ્યા. હાથ પેઇન્ટીંગમાં શાળાનાં વિદ્યાર્થીઓ સહિત અનેક સંસ્થાએ ભાગ લીધો હતો.

કુંભ મેળા પ્રશાસન દ્વારા જાણવા મળતી માહિતી પ્રમાણે આ પહેલા સિયોલ(સાઉથ કોરિયા)માં 4675 લોકોએ એક જ દિવાલ પર પેઇન્ટીંગ બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

સ્થાનિ અધિકારીનાં જણાંવ્યા પ્રમાણે માય પેન્ટ સિટી યોજના અતંર્ગત સમગ્ર પ્રયાગરાજ શહેરનાં ચાર રસ્તા,પુલ,ભવનો વગેરેને કલાકૃતિઓ સાથે શણગારવામાં આવ્યા છે. આ અભિયાનમાં તમામ છ હજાર કલાકારોએ 1 ફેબ્રુઆરીએ ગંગા પંડાલમાં કૈનવાસ પર પેઇન્ટીંગ કરી હતી. દરેક પ્રક્રિયા ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનાં પ્રતિનિધીઓની હાજરીમાં પુર્ણ કરવામાં આવી.

તેમણે જણાંવ્યુ કે શટલ બસનાં સંચાલનમાં વિશ્વ કિર્તીમાન સ્થાપ્યા બાદ હવે હાથ પેઇન્ટીંગમાં વિશ્વ રેકોર્ડ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પહેલા 28 ફેબ્રુઆરીએ એક સાથે 510 બસો એક જ રૂટ પર ચલાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. હવે એક સાથે હજારો લોકોએ પેઇન્ટીંગ કરીને એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!