GSTV
Home » News » કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કુમારસ્વામી ન્યૂ યોર્કથી ભારત આવવા રવાના

કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કુમારસ્વામી ન્યૂ યોર્કથી ભારત આવવા રવાના

કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કુમારસ્વામી અમેરિકાના ન્યૂ યોર્કથી ભારત આવવા રવાના થયા. તેઓ વોક્કાલિગા સમુદાયના કાલભૈરવેશ્વર મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવા માટે અમેરિકા ગયા હતા. તેઓ કર્ણાટકમાં રોકાણ અને ફંડ માટે પણ અમેરિકામાં અલગ-અલગ લોકો સાથે મુલાકાત કરી ચુક્યા છે. કુમારસ્વામીના અમેરિકા પ્રવાસ પર વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, આવુ પહેલીવાર નથી બન્યુ. જ્યારે કર્ણાટકની ગઠબંધન સરકાર પર સંકટ આવ્યુ છે ત્યારે જેડીએસ અને કોંગ્રેસ ભાજપ પર સરકાર તોડવાનો આરોપ લગાવી રહ્યા છે. આ પહેલા કુમારસ્વામીએ જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાં ભાજપ  સાયલન્ટ ઓપરેશન લોટસ ચલાવી રહ્યુ છે. જે બાદ કર્ણાટકમાં ધારાસભ્યોના રાજીનામાનો વરસાદ થયો છે.

  • કર્ણાટકમાં ઘમાસાણ
  • કુમારસ્વામી અમેરિકાથી ભારત આવવા રવાના
  • અમેરિકામાં કાલભૈરવેશ્વર મંદિરના શિલાન્યાસમાં ગયા હતા કુમારસ્વામી

કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોની ચોંકાવનારી માંગ

કર્ણાટકમાં રાજીકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ ચોકાવનારી માગ કરી. કોંગ્રેસના ધારાસભ્યોની માગ છે કે, સિદ્ધારમૈયાના રાજ્યા સીએમ બનાવવામાં આવે. જો તેઓ સીએમ બનશે તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો રાજીનામાં પરત લઈ લેશે. આ પહેલા પણ કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના સીએમ સિદ્ધારમૈયા હોવાનું નિવેદન આપ્યુ હતુ.

કોંગ્રેસના ધારાસભ્યના આ પ્રકારના નિવેદન બાદ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ઘમાસાણ સર્જાયુ હતુ. આ મામલે જેડીએસે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને નિયંત્રણમાં રાખવા જોઈએ.

કોંગ્રેસના ધારાસભ્યોના આ પ્રકારના નિવેદન બાદ કર્ણાટક કોંગ્રેસમાં જૂથવાદ પણ સપાટી પર આવ્યો હતો. કર્ણાટકના રાજકીય ઘમાસાણમાં મલ્લિઅર્જુન ખડગે અને ડી.કે.શિવકુમાર કોંગ્રેસના સંકટમોચક બનીને કામ કરી રહ્યા છે.

કર્ણાટકમાં ઘમાસાણ

  • કાંગ્રેસના બળવાખોર ધારાસભ્યોની સિદ્ધારમૈયાને સીએમ બનાવવા માગ
  • આ પહેલા પણ સિદ્ધારમૈયાને સીએમ બનાવવા કરાઈ હતી માગ
  • સિદ્ધારમૈયા સીએમ બનશે તો રાજીનામું પરત લેવામાં આવશેઃ ધારાસભ્ય

Related posts

ક્યારેય એને વિમાનમાં ન બેસવા દો, મોદી સરકારના ઉડ્ડયનમંત્રી આ કોમેડિયન પર બગડ્યા

Arohi

ભાવનગર એસડી ડેપોના કેશ રૂમમાંથી 8 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ચોકીદાર જ નીકળ્યો ચોર

Mayur

‘લોકો બીમાર કેમ નથી પડી રહ્યાં કે મરી કેમ નથી રહ્યાં’ શાહિનબાગ મામલે ભાજપ છેલ્લી પાટલીએ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!