GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કર્ણાટકનાં CM પદેથી કુમારસ્વામીએ આપ્યું રાજીનામું, આગામી બે દિવસમાં ભાજપ સરકાર રચવાનો દાવો રજૂ કરશે

કર્ણાટકમાં આખરે જે ધાર્યુ હતું તે જ થયું. 14 મહિના જુની સરકાર પડી ભાંગી છે. તેમજ પોતાને અકસ્માતે સીએમ બનવાનું કહેનારા કુમારસ્વામીએ ઘરભેગા થવાનો વારો આવ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) ની ગઠબંધન સરકાર તૂટી ગઈ છે. મંગળવારે વિશ્વાસમત કર્ણાટક વિધાનસભામાં રજૂ કરાયો હતો. જેમાં કુમારસ્વામી બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

કુમારસ્વામીની તરફેણમાં 99 મત મળ્યા હતા, 105 જેટલા મત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફેણમાં હતા. કુમારસ્વામીના પતન બાદ, ભાજપના કાર્યાલયોમાં ઉજવણીનું વાતાવરણ છે. ભાજપના કાર્યકરો બેંગ્લોર સ્થિત કાર્યાલયમાં ઉજવણી કરી રહ્યા છે.

જો કે હવે મહત્વની વાત એ છે કે કુમારસ્વામીએ રાજ્યપાલ વજુભાઇ વાળાને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આ તકે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડિકે શીવકુમાર સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતાં.

કર્ણાટકનાં ગવર્નર વજુભાઇ વાળાએ તાત્કાલિક અસરથી કુમારસ્વામીનું રાજીનામું સ્વીકાર્યુ છે. તેમજ નવી સ્થિતી નિર્માણ ન પામે ત્યાં સુધી રખેવાળ મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહેશે.

જો કે આવનારા બે દિવસમાં રાજ્યપાલને મળીને ભાજપ સરકાર રચવાનો દાવો રજુ કરશે. સરકાર પડી ભાંગ્યા બાદ ભાજપ વિધાનસભામાં જીતનો માહૌલ જોવા મળ્યો હતો. હવે બીજેપી કર્ણાટકમાં સરકાર રચવાની તૈયારીમાં લાગી ગયું છે.

READ ALSO

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

ખુશખબર: દેશમાં કોરોનાથી રિકવરી રેટ 60 ટકાથી વધુ, અમુક રાજ્યોમાં તો આનાથી પણ વધુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!