GSTV
Home » News » આ વખતે પુરાવા માગનારાઓને થોડા ગ્રામ બોમ્બ આપી દેવા જોઈએ, કવિ કુમાર વિશ્વાસે ઈમરાન ખાનની મસ્તી કરી

આ વખતે પુરાવા માગનારાઓને થોડા ગ્રામ બોમ્બ આપી દેવા જોઈએ, કવિ કુમાર વિશ્વાસે ઈમરાન ખાનની મસ્તી કરી

કવિ અને આમ આદમી પાર્ટીના નેતા રહી ચૂકેલા કુમાર વિશ્વારે બીજી સર્જિકલ સ્ટ્રાઈકના બહાને પાકિસ્તાનના પીએમ પર નિસાન તાક્યુ.. કુમાર વિશ્વાસે કહ્યું વાયુસેનાના શૌર્યને બિરદાવીને કોઈના નામ લીધા વિના ટ્વીટમાં ઉલ્લેખ કરીને કહ્યું કે આ વખત પૂરાવા માગનારાઓને થોડા ગ્રામ બોમ્બ આપી દેવા જોઈએ.

કેવી રીતે કરાઈ સ્ટ્રાઈક

ભારતે આખરે પાકિસ્તાનને પોતાનો દમ બતાવી દીધો છે..પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક સાથે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને એલઓસી પર આતંકી કેમ્પો પર હુમલો કર્યો. મુઝફ્ફરાબાદના 30 કિલોમિટર અંદર બાલાકોટ પાસે કાર્યવાહી કરી.

બાલાકોટ, ચકોટી, મુઝફ્ફરાબાદમાં આ કાર્યવાહી થઈ. પરોઢિયે સાડા ત્રણ વાગ્યે 12 મિરાજ વિમાનોએ એક સાથે હુમલો કર્યો. આતંકી કેમ્પ અને જૈશના ઠેકાણાઓ પર એક હજાર કિલો બોમ્બથી હુમલો કર્યો. આ હુમલામાં ઘણા આતંકી અડ્ડા અને લોન્ચ પેડ નષ્ટ થયા છે. તો જૈશનો કંટ્રોલ રૂમ પણ તબાહ થયો છે.. પાકિસ્તાનના ખૈબરપુખ્તુનવા પ્રાંતમાં વાયુસેનાએ કાર્યવાહી કરી. પાકિસ્તાન અને પીઓકેમાં ઘૂસીને વાયુસેનાના ચીફ બી.એસ.ધનોઆ અને એનએસએ અજિત ડોભાલના નેતૃત્વમાં સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યુ. વાયુસેનાએ લેજર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. મુઝફ્ફરાબાદના 30 કિલોમિટર અંદર બાલાકોટ પાસે કાર્યવાહી કરી.

બાલાકોટ, ચકોટી, મુઝફ્ફરાબાદમાં આ કાર્યવાહી થઈ. બાલાકોટ પીઓકેનું નાનુ ગામ છે. જ્યાંથી આતંકીઓ સરહદ ક્રોસ કરીને ભારતમાં ઘૂસવાના પ્રયાસ કર છે. વાયુસેનાએ સમગ્ર કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું છે. ભારતના આ હુમલાથી પાકિસ્તાન ફફડી ગયું છે. ભારતના એક્શન પર પાકિસ્તાનની મોટી પ્રતિક્રિયા આવી. પાકિસ્તાને સ્વીકાર્યું કે એલઓસી પર ભારતીય વાયુસેનાની હાજરી હતી. પાકિસ્તાને કહ્યું કે તેણે પણ જવાબી કાર્યવાહી કરી. સુત્રોની માહિતી મુજબ વાયુસેનાએ પહેલી વખત એલઓસી પાર કરી.

READ ALSO 

Related posts

ગેસ સિલિન્ડર સાથે 50 લાખનો વીમો મળે છે એકદમ ફ્રી, એક ક્લિકે જાણો સમગ્ર પ્રક્રિયા

Bansari

સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીને પાકિસ્તાને બનાવી નિશાન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Arohi

પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!