GSTV

દિકરાના ઉછેર પર કુમાર સાનુએ ઉઠાવ્યા પ્રશ્નો, કહ્યું- હું 27 વર્ષથી તેની સાથે નથી

બિગ બોસ 14ના સ્પર્ધક જાન કુમાર સાનુએ મરાઠી ભાષા પર કોમેન્ટ કરી હતી. તેની કોમેન્ટ બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ કલર્સ ચેનલને આ શો બંધ કરવાની ધમકી આપી હતી. આવી સ્થિતિમાં હવે બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તેના દીકરા તરફથી માફી માંગી છે. પરંતુ આ માફીમાં કુમાર સાનુએ એવી વાત કરી છે જે એકદમ વિચિત્ર લાગી રહી છે અને આ ખુલાસા વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

હું 27 વર્ષથી મારા પુત્રથી દૂર છું

એક વીડિયો દ્વારા કુમાર સાનુએ માફી માગી છે. ફેસબુક પર શેર કરેલા આ વીડિયોમાં કુમાર સાનુએ એમ કહીને પુત્રના વિવાદને ટાળ્યો કે, તે 27 વર્ષથી પુત્રથી દૂર છે. એટલું જ નહીં તેણે પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય પર પણ પુત્ર જોનના ઉછેરને લઈને સવાલો ઉઠાવ્યા હતા. વીડિયોમાં કુમાર સાનુ કહે છે, ‘નમસ્કાર ઉદ્ધવજી, હું કુમાર સાનુ, મને ગમ્યું કે કોવિડ દરમિયાન બીએમસીએ મારી સંભાળ રાખી. હું આ બધા માટે હું તમારો આભાર માનું છું. હું બીએમસીને કારણે કોરોનાથી બચી શક્યો છું.

મુમ્બા દેવીએ મને આશીર્વાદ આપ્યા હતા

પ્રથમ કુમાર સાનુએ તેના પુત્રના નિવેદન માટે માફી માંગી અને કહ્યું, ‘મેં સાંભળ્યું કે મારા પુત્ર જાને ખૂબ જ ખોટી વાત કહી છે, અમે 40-41 વર્ષમાં આ અંગે ક્યારેય વિચાર્યું પણ નથી. જે મુંબઈ શહેરે જે મુમ્બા દેવીએ મને આશીર્વાદ આપ્યા હતા, મને નામ અને ખ્યાતિ આપી. તે મુમ્બા દેવી, તે મહારાષ્ટ્ર વિશે હું ક્યારેય વિચારી આવું વિચારી પણ ન શકું. જોકે, મારા પુત્રએ જે ભાષાઓ વિશે કહ્યું, તેના પર હું કહેવા માંગુ છું કે હું પણ બધી ભાષાઓનો આદર કરું છું અને મેં દરેક ભાષામાં એક ગીતો ગાયા છે.’ તેણે કહ્યું કે હું 27 વર્ષથી મારા પુત્રથી દૂર છું મને ખબર નથી કે તેની માતાએ તેને આવા સંસ્કાર આપ્યા છે. એક બાપ હોવાને નાતે હું મારા દિકરા અંગે માત્ર માફી માગી શકું છું.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!