GSTV

ટીમ ઈન્ડિયાની જીતમાં કુલદિપ યાદવની આ ઓવર બની ટર્નિંગ પોઈન્ટ, બન્યો નવો રેકોર્ડ

ભારતીય ટીમે રાજકોટ વનડેમાં જીત હાંસલ કરી છે. સાથે સાથે આ ત્રણ મેચોની સિરીઝ પણ 1-1થી બરાબરી કરી છે. બીજી મેચમાં ઘણા રેકોર્ડ બન્યા છે. રોહિત શર્માએ સચીન અને હાશીમ આમલાનો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે ભારતીય સ્પીનરે પણ એક સિદ્ધી હાંસલ કરી છે.

ભારતના સ્ટાર ચાઇનામેન બોલર કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામેની રાજકોટ વનડે મેચમાં નિર્ણાયક તક પર બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાનાં વિજયના દરવાજા ખોલ્યા હતા. તે દરમિયાન કુલદીપ યાદવે અન્ય એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કુલદીપ યાદવે વનડેમાં 100 વિકેટ પૂર્ણ કરી છે. કુલદીપ યાદવ ભારત તરફથી ઝડપી 100 વનડે આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી લેવાના સંદર્ભમાં ત્રીજા નંબર પર છે.

કુલદીપ યાદવે જ્યારે ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 38 મી ઓવરમાં એલેક્સ કેરીને આઉટ કર્યો ત્યારે આ સિદ્ધિ મેળવી હતી.આ રનીંગ ઓવરમાં કુલદિપે સ્ટીવ સ્મિથને 98 રન પર બોલ્ડ કીરને ટીમ ઈન્ડીયાની જીતની રાહ સફળ કરી દીધી હતી. કુલદિપે 58 મેચ રમીને વનડે ઈન્ટરનેશલમાં 100 વિકેટ લીધી છે. આ સિદ્ધીમાં મોહમ્મદ શમીએ 56 વનડે, જસપ્રિત બુમરાહે 57 વનડે ઈન્ટરનેશનલ મેચ રમીને 100 વિકેટ પ્રાપ્ત કરી છે.

સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર ભારતીય બોલર્સ
56 મેચ- મોહમ્મદ શમી
57 મેચ- જસપ્રીત બુમરાહ
58 મેચ- કુલદિપ યાદવ
59 મેચ- ઈરફાન પઠાણ
65 મેચ- ઝહીર ખાન

વિશ્વનાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર સ્પિનર

44 મેચ- રાશિદ ખાન
53 મેચ- સકલૈન મુશ્તાક
58 મેચ- ઈમરાન તાહિર/ કુલદીપ યાદવ
60 મેચ- શેન વોર્ન
63 મેચ- અજંતા મેંડિસ

READ ALSO

Related posts

પેટાચૂંટણી : કોરોનાના શંકાસ્પદ મતદાર માટે અલાયદો રૂમ ફાળવવામાં આવશે, શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ તંત્ર સજ્જ

Nilesh Jethva

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની જાળવણી સંદર્ભે મોટી બેદરકારી, જર્જરિત થઈ ગઈ પ્રતિમા

Mansi Patel

જેલવાસ ભોગવી રહેલા આ મંદિરના ભગત સામે યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!