GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

કુલભૂષણ મામલે હાર્યા છતાં પાકિસ્તાનને લાગે છે ‘અમે જીતી ગયા…’

પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતની મોટી જીત થઇ છે જ્યારે પાકિસ્તાનને ફટકાર લગાવી છે. કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા જે ફાંસીની સજા આપવામાં આવી હતી તેને આંતરરાષ્ટ્રીય કોર્ટે હાલ અટકાવી દીધી છે સાથે ભારતની અન્ય માગણીઓને પણ સ્વીકારી લેવામાં આવી છે.

આંતરરાષ્ટ્રી કોર્ટે કુલભૂષણની ફાંસી પર રોક લગાવ્યા બાદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી.તેમણે જણાવ્યુ કે, અમે આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. કોર્ટે કુલભૂષણની  ફાંસી પર રોક લગાવી હોવા છતા પાકિસ્તાન કોર્ટમાં પોતાની જીત થઈ હોવાનું માની રહ્યુ છે. ઈમરાન ખાન પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ પણ કોર્ટના ચુકાદાને પાકિસ્તાનની જીત ગણાવી હતી.

શરમજનક સ્થિતિમાં મુકાયુ પાકિસ્તાન

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવનો કેસ લડી રહેલા હરીશ સાલવેએ વકાલતની માત્ર એક રૂપિયો ફી લીધી છે. જ્યારે પાકિસ્તાને કુલભૂષણને જાસૂસ સાબિત કરવા માટે ખાવર કુરેશીને 20 કરોડ રૂપિયા ફી આપવામાં આવી હતી. તેમ છતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં શરમજનક સ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો. સાલવેએ પોતાના તર્કના આધારે પાકિસ્તાનના તમામ આરોપને કથિત સાબિત કર્યા. તેમણે કોર્ટમાં વિયના સંધિના ઉલ્લંઘનથી જાધવ કેસનો પાયો નાખ્યો.

જે બાદ ભારત અને પાકિસ્તાનના વકીલ વચ્ચે ધારદાર દલિલ કરવામાં આવી.. તેમ છતા ભારતની દલિલ સામે પાતિસ્તાન હારી ગયુ. પાકિસ્તાનના વકીલ ખાવર કુરેશી પાકિસ્તાનના જાણીતા વકીલ છે.  ખસ્તા હાલતનો સામનો કરી રહેલા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ તંગ હોવા છતા  પાકિસ્તાને ખાવર કુરેશીને ૨૦ કરોડ રૂપિયા ફી પેટે આપ્યા. તેમ છતા આંતરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને મોટો ઝાટકો આપ્યો.

Read Also

Related posts

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

Mansi Patel

જન્માષ્ટમી: મથુરામાં જન્મ લેવાની તૈયારીમાં છે ભગવાન કૃષ્ણ, ભક્તો કરી શકશે ઓનલાઈન દર્શન

Pravin Makwana

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!