GSTV
Home » News » કુલભૂષણની ફાંસી રદ: આંતરરાષ્ટ્રીય કોર્ટની પાક.ને લપડાક

કુલભૂષણની ફાંસી રદ: આંતરરાષ્ટ્રીય કોર્ટની પાક.ને લપડાક

પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતની મોટી જીત થઇ છે જ્યારે પાકિસ્તાનને ફટકાર લગાવી છે. કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા જે ફાંસીની સજા આપવામાં આવી હતી તેને આંતરરાષ્ટ્રીય કોર્ટે હાલ અટકાવી દીધી છે સાથે ભારતની અન્ય માગણીઓને પણ સ્વીકારી લેવામાં આવી છે.

કોર્ટે પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું છે કે કુલભૂષણ જાધવના કેસમાં યોગ્ય રીતે પાકિસ્તાનની કોર્ટે ટ્રાયલ ચલાવી જ નથી અને મનમાનીથી નિર્ણય લેવાયો છે. તેથી ટ્રાયલને પણ ફરી નવેસરથી શરૂ કરવાનો આદેશ પાકિસ્તાનને કોર્ટે આપ્યો છે.  આંતરરાષ્ટ્રીય કોર્ટના ૧૬ જજોની બેંચે આ હાઇપ્રોફાઇલ ચુકાદો આપ્યો છે, ૧૬માંથી ૧૫ જજ ભારતની તરફેણમાં હતા જ્યારે જ્યારે માત્ર એક જજે પાકિસ્તાનની તરફેણ કરી હતી. 

આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને વિયેના કરારોને યાદ અપાવ્યા હતા અને કહ્યું હતું કે આ કરારોનું પાકિસ્તાને ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે જે અતી ગંભીર બાબત છે. સાથે પાકિસ્તાનને કોર્ટે સવાલ પણ કર્યો કે કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ કેમ ન આપવામાં આવે? ભારતે જ કોન્સ્યૂલર એક્સેસની માગણી મુકી હતી. પાકિસ્તાન પાસે ભારતે ૩૦ વખત કોન્સ્યૂલર એક્સેસની માગણી કરી હતી છતા તેને પાકિસ્તાને નકારી દીધી હતી. 

પાકિસ્તાને એક જ રટણ જારી રાખ્યું હતું કે અમે કુલભૂષણ જાધવને બલૂચિસ્તાનમાંથી જાસુસી કરતા પકડયા છે અને તેઓ અમારા દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી રહ્યા હતા તેથી તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ચુકાદો આવ્યો તેનો પણ પાકિસ્તાને વિરોધ કર્યો હતો પણ તેનું કોર્ટે ન માન્યું. બીજી તરફ આ ચુકાદા બાદ કુલભૂષણના મહારાષ્ટ્ર સ્થિત ગામ સતારામાં લોકોેેએ મિઠાઇઓ વહેચીને ચુકાદાનું સ્વાગત કર્યું હતું. પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારત માટે આ એક મોટી જીત છે.

કોર્ટમાં જ્યારે દલીલો ચાલી રહી હતી ત્યારે ભારત વતી દલિલો કરી રહેલા વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે કુલભૂષણ જાધવને ફાંસી આપવામાં આવી તેનો આધાર માત્ર તેમનું એક બળજબરીથી લેવાયું નિવેદન છે, આ સિવાય પાકિસ્તાન પાસે તેમની વિરુદ્ધ કોઇ જ પુરાવા નથી. કોઇ દેશ પોતાના દેશની સૈન્ય કોર્ટના કાયદા દેખાડીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ન કરી શકે. અંતે ફાંસીની સજાને જ કોર્ટે અયોગ્ય જાહેર કરીને રદ કરી ફરી ટ્રાયલના આદેશ આપ્યા છે. તેથી હવે પાકિસ્તાન કોર્ટમાં જાધવ વિરુદ્ધ ફરી કેસ ચાલશે. 

READ ALSO

Related posts

જ્યારે શાહરૂખને ગુપ્તચર એજન્સીનો ફોન આવ્યો અને તે પ્રોડ્યુસરનો ફોન સમજી બેઠો, પછી….

Kaushik Bavishi

વડોદરામાં કેસડોલની સહાય ન મળતા કોંગ્રેસની આગેવાનીમાં કલેક્ટર કટેરી બહાર પુર પીડિતોના દેખાવો

Mansi Patel

‘દારૂ ઇસ્લામિક દેશ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ મળે છે જેમ ભારતમાં બીફ…’અદનાન સામીની આ Tweetથી મચ્યો હોબાળો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!