GSTV

બાલિકા પંચાયત: ચૂંટાયેલી યુવતીઓના હાથમાં એક વર્ષ સુકાન, દિકરીઓ ચલવાશે પંચાયતઃ કચ્છના ત્રણ ગામમાં યુવતીઓ સરપંચ બની

Last Updated on July 20, 2021 by Pritesh Mehta

કચ્છમાં ત્રણ ગામમાં પ્રાથમિક રીતે બાલિકા પંચાયતનો પ્રારંભ કરાયો છે. જેમાં મસ્કા, કુનરીયા તથા મોટા અંગીયા ગામને પસંદ કરાયા બાદ આજે યોજાયેલી ચુંટણીમાં ત્રણ દિકરીઓ હવેથી એક વર્ષ સુધી સરપંચ તરીકે સેવા આપશે. જ્યારે વોર્ડમાં ચુંટાયેલી દિકરીઓ પણ પોતાના વિસ્તાર માટે કાર્ય કરશે.

બાલિકા પંચાયત

કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત 10થી 21 વર્ષની 4 દિકરીઓની બાલિકા પંચાયત ચુંટણી યોજાઈ હતી. લોકતાંત્રિક પ્રક્રિયાથી  અઠવાડિયાથી ચાલેલી ચુંટણી પ્રક્રિયા હેઠળ આજે ગામના 6 વોર્ડમાંથી 410 મતદાતાઓ દ્વારા સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી . ભારતીબેન ગરવા બાલિકા પંચાયત કુનરીયાના સરપંચ તરીકે પસંદ કરાયા હતા. એક વર્ષ માટે કુનરીયા બાલિકા પંચાયતના સરપંચ તે તરીકે સેવા આપવાના છે. કુનરીયા સરપંચ સુરેશભાઇ છાંગા આ તકે જણાવે છે કે, કુનરીયાની કિશોરીઓ આવી બાલિકા પંચાયતની ચૂંટણીથી મતદાનની પ્રવૃતિની જાણકાર બની છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં 50 ટકા મહિલા અનામતને અસરકારક બનાવવા બાલિકા પંચાયતનો અનુભવ ઉપયોગી થશે.

કિશોરીઓનો વહીવટી પ્રક્રિયામાં પ્રવેશથી ચોક્કસ વિષયો પર ધ્યાન પડશે જેમકે આરોગ્ય, શિક્ષણ, પોષણક્ષમ આહાર ઇત્યાદિ વગેરે જેમાં કિશોરીઓના જનજાગૃતિના કાર્યક્રમ, કિશોરીઓ માટે રમત ગમત કાર્યક્રમ, કિશોરીઓના પોષક આહાર અને કૌશલ્યવર્ધન તાલીમ અપાશે, કિશોરીઓના પ્રેરણા પ્રવાસ કરાશે. બાલિકા પંચાયત આસપાસના ગામોમાં પણ આવી પ્રવૃત્તિ થાય અને બધા ગામોમાં આવી પંચાયત થયા બાદ એક ફેડરેશનની રચના કરી જિલ્લા વહીવટી તંત્ર પાસે કિશોરીઓના હિત સંબંધિત નીતિ વિષયક રજૂઆતો કરશે. કુનરીયા ગ્રામ પંચાયત અને બેટી બચાઓ બેટી પઢાઓ સેલના સંયુક્ત પ્રયાસો દ્વારા કિશોરીઓના પ્રશ્નોને વાચા આપવા બાલીકા પંચાયતની સ્થાપના કરવામાં આવી છે.

આ પંચાયતનો ઉદેશ કિશોરીઓ સક્રિય રાજકારણમાં રસ લે અને લોકશાહી પધ્ધતિથી  ચુટણી પ્રક્રિયામા ભાગ લઇ બહેનોનો અવાજ બને. બાલિકા પંચાયતની ચુંટણીમાં તૃષાલિબેન સુથાર, સુમરા અફસાના, રૃબીના નોડેએ ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લા મહિલા અને બાળ અિધકારી અવનીબેન દવે આ સમગ્ર પ્રક્રિયાની અમલવારીમાં અગ્રેસર રહયા અને તેમણે કચ્છના ત્રણ ગામને આ માટે પસંદ કર્યા છે. કચ્છના મસ્કા, કુનરીયા અને મોટા અંગીયા ગામમાં પ્રાથમિક ધોરણે બાલિકા પંચાયતનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

માંડવીના મસ્કા ગામે પણ બાલિકા પંચાયતમાં સરપંચ તરીકે વિધિબેન રાજગોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. હાલે તેઓ ધોરણ ૧૧માં ભણે છે એમ સરપંચ કિર્તીભાઇ ગોરે જણાવે છે. 15 થી 21 વર્ષની દીકરીઓની અમે પસંદગી કરી હતી પરંતુ સર્વાનુમતે અમે વિધિબેનને પસંદ કર્યા છે. જયારે અંગીયા ગામે બાલિકા પંચાયતના સરપંચ તરીકે પુજાબેન કલ્યાણજી ગરવા બિન હરીફ પસંદગી પામ્યા છે. સરપંચ ઈકબાલ ઘાંચી કહે છે કે હાલે તેઓ ભુજમાં અભ્યાસ કરે છે. રાજયના મહિલા સશકિતકરણમાં આ બાલિકા પંચાયત ચુંટણી પાયાની કામગીરી કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!