GSTV
Home » News » KTMએ લૉન્ચ કરી વધુ એક દમદાર બાઈક, જાણીલો બજેટમાં છે કે નહીં કિંમત

KTMએ લૉન્ચ કરી વધુ એક દમદાર બાઈક, જાણીલો બજેટમાં છે કે નહીં કિંમત

અગ્રણી બાઈક નિર્માતા કંપનીએ ઈન્ડિયન માર્કેટમાં પોતાની વધુ એક બાઈક લૉન્ચ કરી છે. આ વખતે કંપનીએ 200 ડ્યૂક એબીએસ (ABS)ને લૉન્ચ કરી છે. બાઈકની એક્સ શોરૂમની કિંમત 1.60 લાખ રૂપિયા છે. આ પહેલા કંપનીએ જણાવ્યું હતું કે એડવેન્ચર બાઈક કેટીએમ 390ને ભારતીય બજારમાં 2019માં લૉન્ચ કરવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. આ મોડલ ઉપસ્થિત સ્ટ્રીટફાઈટર ડ્યૂક્સ અને સુપરસ્પોર્ટ આરસી ઉપરાંત કેટીએમની એડવેન્ચર રેન્જમાં શામિલ હશે.

એન્જીનનો 25 પીએસ પાવર

200 ડ્યૂક વગર એબીએસ વાળા વર્ઝનની વાત કરવામાં આવે તો તેની એક્સ શોરૂમમાં કિંમત 1,51,757 રૂપિયા છે. 200 ડ્યૂક એબીએસના એન્જીનની વાત કરવામાં આવે તો તેમાં 25 પીએસ પાવર છે અને ટ્રેલિસ ફ્રેમ, એલ્યુમિનિયમ સ્વિંગઆર્મ અને ઉધા સસ્પેન્શન જેવી સારી ગુણવત્તા વાળા રેસિંગ ઉપકરણોની સાથે પોતાના રેસિંગના દમનું પ્રદર્શન કરે છે. બોશ દ્વારા પેશ કરવામાં આવેલી નવી એવીએસ 200 ડ્યૂકને વધુ નિયંત્રણ સાથે રોકવાની શક્તિ આપે છે.
કેટીએમ 200 ડ્યૂક એબીએસ વિશે બજાજ ઓટો લિ. ના અધ્યક્ષ અમિત નંદીએ જણાવ્યું કે, એબીએસ લગાવ્યા બાદ અમારા ગ્રાહકો પાસે હવે કેટીએમ 200 ડ્યૂકમાં એબીએસ અને એબીએસ-રહિત મોડલ પસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હશે.

ત્રણ આકર્ષક કલરમાં ઉપલબ્ધ

કંપનીએ કહ્યું કે કેટીએમ 200 ડ્યૂક એબીએસ આખા ભારતમાં 450 વિશેષ કેટીએમ શોરૂમ્સમાં નારંગી, સફેદ અને કાળા આમ ત્રણ રંગોમાં ઉપલબ્ધ રહેશે. કેટીએમ 200 ડ્યૂક વગર એબીએસ વાળી બાઈક 1,51,757 રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ રહેશે.

Related posts

અઢી કિલો વજનની આ કેરી કહેવાય છે”કેરીની મલિકા”, કેરી પાકે તે પહેલા જ થાય છે બુકિંગ

Riyaz Parmar

રાજ્યની આ જેલમાંથી બે કેદી થયા ફરાર, પોલીસ થઈ દોડતી

Nilesh Jethva

મંદીનો માર સહી રહેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો, કરોડો રૂપિયા વેડફાયા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!