GSTV
Home » News » ક્ષત્રિય-ઠાકોર મતદારોનાં વર્ચસ્વવાળી ખેડા બેઠકનાં સાંસદનું રિપોર્ટ કાર્ડ, ગણાય છે જાયન્ટ કિલર

ક્ષત્રિય-ઠાકોર મતદારોનાં વર્ચસ્વવાળી ખેડા બેઠકનાં સાંસદનું રિપોર્ટ કાર્ડ, ગણાય છે જાયન્ટ કિલર

ખેડા બેઠક પરથી પણ ભાજપે દેવુસિંહ ચૌહાણને ફરી ટિકિટ આપી છે. ર૦૧૪માં પહેલીવાર જીત મળ્યા બાદ સંસદમાં પ્રથમ ટર્મની તેમની કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ.

2009માં દેવુસિંહને ભાજપે પહેલીવાર ટિકિટ આપી. ત્યારે દેવુસિંહ ચૌહાણ માત્ર ૭ર૧ મતોથી હાર્યા. આ હારમાં દેવુસિંહના રૂપમાં ભાજપને ભવિષ્યની જીત દેખાઇ હતી. ર૦૧૪માં દેવુસિંહને ફરી દિનશા પટેલ સામે મેદાને ઉતાર્યા. એ વખતે દેવુસિંહે પોતાની જીત પાકી કરી. ખેડા સીટ પર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને સીટીંગ મિનીસ્ટર દિનશા પટેલને હરાવીને દેવુસિંહ પણ જાયન્ટ કિલર સાબિત થયા હતાં.

એ પછી સંસદમાં પહેલીવાર પહોંચેલા દેવુસિંહની પાંચ વરસની ટર્મ દરમિયાન કેવી કામગીરી રહી તેની પર નજર કરીએ તો.

નેતાજીનો હિસાબ

  • દેવુસિંહની સંસદમા 84 ટકા હાજરી
  • સંસદમાં દેવુસિંહે 325 સવાલો પુછ્યા હતાં.
  • સંસદની 21 જેટલી ચર્ચામાં દેવુસિંહે ભાગ લીધો

પાંચ વરસની ટર્મ દરમિયાન સાંસદને રપ કરોડ જેટલી ગ્રાન્ટ મળતી હોય છે આ ગ્રાન્ટનો કેવો ઉપયોગ કર્યો તેની પર નજર કરીએ તો.

કેટલી ગ્રાન્ટ વાપરી ?

  • સાંસદ દ્વારા 28.48 કરોડનાં કામોની ભલામણ કરાઇ હતી.
  • ભલામણ સામે 26.54 કરોડનાં કામો મંજૂર થયા હતા.
  • ગ્રાન્ટમાંથી 23.97 કરોડ એટલે કે 94.09 ટકા ગ્રાન્ટનો કર્યો ઉપયોગ

ર૦૦૯નાં સીમાંકન બાદ આ બેઠક પર ક્ષત્રિય ઠાકોર મતદારોનુ  જોરદાર પ્રભુત્વ રહેલુ છે. એનસીપીથી રાજકીય કારકિર્દી શરૂ કરનારા દેવુસિંહ ર૦૦૭માં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હવે આ વખતે ભાજપે ક્ષત્રિય ઠાકોર મતદારમાં પાડેલા ભાગલાને કોંગ્રેસ કેવી રીતે પૂરે છે તેના પર સૌની નજર રહેલી છે. 

READ ALSO

Related posts

અયોધ્યા બાદ સુપ્રીમ કોર્ટ આ બે મોટા કેસમાં આપશે ચુકાદો, આવતી કાલે થશે સબરીમાલા અને રાફેલનો ફેંસલો

Bansari

બિગ બોસમાં થવા જઈ રહ્યું છે ડબલ એલિમિનેશન? ખતરામાં છે આ કંટેસ્ટેન્ટ્સ

Kaushik Bavishi

OMG! ફિનલેન્ડનાં બીચ પર મળ્યા ઈંડા આકારનાં હજારોની સંખ્યામાં દુર્લભ બરફનાં ગોળા, જુઓ PHOTOS

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!