GSTV
Home » News » VIDEO : દલિત પિતા વરઘોડો કાઢવામાં હતા મૂંઝવણમાં, કાઠીઓએ ઘોડો આપ્યો અને રક્ષણ પણ પૂરૂ પાડ્યું

VIDEO : દલિત પિતા વરઘોડો કાઢવામાં હતા મૂંઝવણમાં, કાઠીઓએ ઘોડો આપ્યો અને રક્ષણ પણ પૂરૂ પાડ્યું

એક બાજુ ગુજરાતમાં દલિતોના વરઘોડા કાઢવા બાબતે ઘમાસાણ થઈ રહ્યું છે. ત્યારે ગરિયાધારના વેળાવદર ગામે ગામના જ કાઠી ક્ષત્રિય દ્વારા દલિત યુવકના લગ્નમાં વરઘોડો કાઢવામાં મદદ કરી અનોખો દાખલો બેસાડ્યો છે. જો કે વરઘોડો કાઢવા બાબતે યુવકના પિતા સહિતના લોકો મુંઝવણમાં મુકાયા હતા. કારણ કે જે પ્રમાણે ગુજરાતમાં અન્ય જગ્યાઓ પર વરઘોડા બાબતે જે માથાકૂટ સર્જાઈ છે. તેને લઈને અહીં પણ બબાલ ન થાય તે માટે પરિવાર મુંઝવણમાં હતો. જો કે ગામના કાઠી ક્ષત્રિય સમાજના લોકોએ જ દલિત યુવાનના વરઘોડો કાઢવાના મદદ કરી હતી. વરરાજા માટે ઘોડીની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી. સમગ્ર વરઘોડા દરમિયાન કાઠી સમાજના આગેવાનો વરઘોડાની સાથે રહી રક્ષણ પૂરું પાડી સમાજમાં અનોખો દાખલો બેસાડ્યો છે.

Related posts

પીએમ મોદી અને સંઘ પ્રમુખની આજે નાગપુરમાં મુલાકાત, Bjpને બહુમત સૌથી મોટો વિવાદ

Bansari

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ચૂંટણી પૂર્ણ થયા બાદ લખનઉમાં રાજકારણ ગરમાયુ, માયાવતીને મળવા પહોંચ્યા અખિલેશ યાદવ લોકસભાની

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!