GSTV

કોરોનાકાળમાં આ ભારતીય ક્રિકેટરે લીધા સાત ફેરા, આ છોકરી સાથે કરી જિંદગીની નવી શરૂઆત

ભારતીય ક્રિકેટ કેએસ ભરતે ભારતીય ટીમમાં સામેલ થતા પહેલા રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા ખેલાડીઓના ગૃપમં સામેલ થઈ ગયા છે. કે એસ ભરતે કોરોના વાયરસના ખૌફની વચ્ચે જ લગ્ન કરી લીધા છે.

આંધ્રપ્રદેશના ભરતે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી પોતાના લગ્નની જાણકારી આપી હતી. તેમણે 10 વર્ષથી રહેલી પોતાની ગર્લફ્રેન્ડ અંજલી સાથે 5 ઓગષ્ટના રોજ લગ્ન કરી લીધા છે.

વિશાખાપટ્ટનમમાં એક સાદગીભર્યા સમારંભમાં બંનેએ સમગ્ર રીત-રીવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે. ફોટો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યુ કે, એમને પ્રેમ મળ્યો અને હવે અમે આગળની સફર માટે તૈયાર છીએ.

જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ વન-ડે સીરીઝ માટે ભારતીય વન-ડે ટીમમાં રૂષભ પંતના કવર તરીકે પણ સામેલ કરવામાં આવ્યા છે. ભરતે અત્યાર સુધી ભારતીય ટીમ માટે કોઈ પણ મેચ રમી શક્યા નથી.

ભરતે વર્ષ 2015 માં રણજી ક્રિકેટમાં ત્રિ-સદી ફટકારનાર પ્રથમ વિકેટકીપર બેટ્સમેન બન્યો હતો. તે ઇનિંગ્સમાં 311 બોલનો સામનો કરી તેણે 38 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 308 રન બનાવ્યા.

READ ALSO

Related posts

જાહેરક્ષેત્રની 12 બેન્કોના 19,964 કરોડ રૂપિયા માત્ર 3 મહિનામાં ડૂબ્યા : રાખજો સાવધાની, આ બેન્ક નંબર વન

Bansari

અગત્યનું/ પાલતુ જાનવર માટે હવે લેવું પડશે લાયસન્સ, આ કામ નહીં કરો તો થશે કાર્યવાહી

Bansari

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!