GSTV

ગુજરાતના ખેડૂતો નથી ભીખારી : દર વર્ષે 6500 કરોડ તો ફક્ત ચૂકવે છે મજૂરી, સર્જન કરે છે રોજગારી

આમ તો ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં ખેડૂતોની હાલત દયનીય, વંચિત કે પીડિત જેવી છે. રાજકારણ માટે કાયમી સોફ્ટ ટાર્ગેટ રહેલા ખેડૂતોને એવા નબળા ચિતરવામાં આવ્યું છે કે, સમાજના અન્ય કેટલાક વર્ગો ખેડૂતો માટે તુચ્છકારભરી દ્રષ્ટિ રાખવા માંડયા છે. પરંતુ આર્થિકારણની નજરે જોઈએ તો ગુજરાતના ખેડૂતો દરવર્ષે બહારના રાજ્યોમાંથી આવતા લાખો શ્રમિકોને મજૂરી પેટે આશરે રૃ.૬પ૦૦ કરોડાથી વધુની રકમ ચુકવી રહ્યા છે! યુવાનોને રોજગારી આપવાના સરકારના દાવાઓ અને વાયદાઓ કરતા આ રકમ અનેક ગણી વાધારે છે.

શ્રમિકોને રોજગારી આપવાનું કામ પણ કરે છે ખેડૂતો

આર્થિક દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો ખેડૂતો ફક્ત ધરતીમાંથી ધાન પેદા કરવાનું કામ જ નથી કરતા, પણ શ્રમિકોને રોજગારી આપવાની સાથે ખેતી સાથે સંકળાયેલા દવા, ખાતર, બિયારણ, ખેત ઓઝારો અને ખેત ઉત્પાદનોના વ્યવસાય સાથે સંકળાયેલા લાખો લોકોને ઘર ચલાવવાના પૈસા પણ પુરા પાડે છે. માટે જ કદાચ ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. બીજા તમામ પાસાઓને બાજુમાં રાખીને ફક્ત મજૂરીને ધ્યાને લેવામાં આવે તો પણ ગુજરાતના ખેડૂતો થકી હજારો લોકોનો નિર્વાહ ચાલી રહ્યો છે. જેના પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છના નવ-દસ હજારાથી વધુ અને ઉત્તર તાથા મધ્ય ગુજરાતના ચારેક હજાર મળી રાજ્યના કુલ ૧૩-૧૪ હજાર જેટલા ગામડાઓમાં ખરીફ અને રવિ સિઝનમાં બહારના રાજ્યોમાંથી આવતા શ્રમિકોનો પડાવ હોય છે. એક ગામ દીઠ ઓછામાં ઓછા ૧૦૦ જેટલા શ્રમિકો છ-સાત મહિના અહી જ રહીને મજૂરીકામ કરે છે.

175 દિવસની પરપ્રાંતિયોને રોજગારી પૂર્ણ પાડે છે

ગુજરાતના ખેડૂતો યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવેલા લાખો શ્રમિકોને લગભગ ૧૭પ દિવસ રોજગારી પુરી પાડે છે. ખેતરમાં નિંદામણ કરવાથી માંડી કપાસ વિણવા, મગફળીની કાપણી, પાથરા એકત્ર કરવા, થ્રેસરની કામગીરી, જમીનની સાર-સંભાળ, દવાનો છંટકાવ, પિયત, ખાતર આપવું વગેરે માટે દરરોજના ૩૦૦ રૃપિયા મજૂરી ચાલી રહી છે. સમગ્ર સિૃથતિનો હિસાબ માંડતા મજૂરી પેટે ખેડૂતો દ્વારા ચુકવવામાં આવતી રકમનો આંકડો રૃ.૬પ૦૦ કરોડને પાર થઈ જાય છે!

જાણકારોએ કરેલી ગણતરી

આ બાબત એસી ચેમ્બરમાં ટેબલ પર બેસીને કાગળ પર રચવામાં આવેલી આંકડાની માયાજાળ નાથી, પણ વાસ્તવિક રીતે જમીનીસ્તર પર ફરતા અધિકારીઓ, તજજ્ઞાો અને જાણકારોએ કરેલી ગણતરી છે. અત્યારે ગુજરાતના અનેક ગામડાઓના પાદરમાં બહારાથી મજૂરી કામે આવેલા લોકોને લઈને મેળા જેવો માહોલ જોવા મળે છે. અલબત, આ વખતે વાધારે પડતા વરસાદાથી સિઝન થોડી નળબી છે.

સરકાર રોજગારી ચુકવે એટલો જ વહીવટી ખર્ચ કરી નાંખે છે!

સરકારની રોજગારી પુરી પાડવાની સિસ્ટમ પણ એટલી વિચિત્ર છે કે, બેરોજગારોને જેટલી રોજગારી ચુકવે એટલો જ વહીવટી ખર્ચ થઈ જાય છે! દાખલા તરીકે જોઈએ તો નરેગા યોજનામાં કોઈ વ્યક્તિને મજૂરી પેટે રૃ.૩૦૦ સરકાર ચુકવે છે તો આ કામગીરીની નોંધણી માટે સુપરવાઈઝર, તલાટી, ક્લાર્ક, ટીડીઓ સહિતનાનો પગાર, વાહનોનું ડીઝલ, સ્ટેશનરી વગેરેના ખર્ચ પેટે સરકારને આટલી જ રકમનો ખર્ચ થઈ જાય છે.

પરપ્રાંતના લોકો અહીં મજૂરી કરીને ખેતી શીખી ગયા

ગુજરાત જાણે કે ખેતીનું કામ શીખવાની મોટી પાઠશાળા હોય તેમ અહી મજૂરી કરવા આવતા પરપ્રાંતના હજારો લોકો લાંબા સમયના અભ્યાસ બાદ ખેતીનું કામ કરતા શીખી ગયા છે. તાથા પોતાના વતનમાં જઈને પોતાની ખેતીને પણ સમૃદ્ધ કરી છે! યુપી-બિહારના પ્રમાણમાં ગુજરાતની ખેતી વાધારે સમૃદ્ધ ગણાય છે. કોઈ સરકારી આયોજનો કે યુનિવર્સિટીઓના ખર્ચ વગર ગુજરાતના ખેડૂતોએ આ તમામને ખેતીનું કામ શિખવ્યું છે. વળી, અમુક બહારના ખેતમજૂરોએ તો કમાણીમાંથી ગુજરાતમાં મકાન અને જમીન વસાવી લીધા હોય તેવા દાખલા પણ છે.

ખેડૂતોના હાથમાં પૈસા શા માટે નથી આવતા?

આ બહુ પેચીદો પ્રશ્ન છે કે આવડું મોટી રકમની રોજગારી આપતા હોવાછતા ખેડૂતોના હાથમાં પૈસા શા માટે નાથી આવતા? હકીકત કંઈક એવી છે કે, ભ્રષ્ટતત્વોએ એવું ચક્કર ગોઠવ્યું છે કે, ખેડૂતોને ક્યારેય ઉંચા આવે જ નહીં. ખેતરમાં ખેડ કરે ત્યારાથી ખેડૂતો પર ખર્ચાના મીટર ચાલું થઈ જાય છે. બિયારણ અને દવામાં છેતરપીંડીનો ભોગ બને છે. વળી ક્યારેક કુદરત સાથ ન આપે અને વરસાદ ન વરસે તો ખેડૂતોની મહેનત પાણીમાં જાય છે. ખેતીકામ માટે મજૂરી ચુકવે છે. પરસેવો પાડીને તૈયાર કરેલો પાક બજારમાં વેચવા જાય તેવા સમયે જ પાકના ભાવ તળિયે બેસી જાય છે. બ્રોકરો, સ્ટોકિસ્ટો અને વેપારીઓની સિન્ડીકેટ ક્યારેય ખેડૂતોને ઉંચા આવવા દેતી નથી.

READ ALSO

Related posts

જો સોશિયલ મિડીયામાં આવા વીડિયો પોસ્ટ કરશો તો ગુનો નોંધાશે

Karan

ચેતીને રહેજો! કોરોનાની રિકવરીમાં ગુજરાતની સ્થિતી નિરાશાજનક

Karan

લૉકડાઉન દરમિયાન પૂરો નહી થાય Data, ટ્રાય કરી જુઓ આ ટ્રિક્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!